CrimeGujaratNorth Gujarat

કલોલ પટેલ પરિવાર પર ફાયરિંગ કેસમાં થયો નવો ખુલાસો

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કલોલનાં દંપતીને અમેરિકા મોકલવા માટે દિલ્હી લઈ જનાર એજન્ટ દેવમ બ્રહ્મભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. દેવાંગની પૂછપરછ કરતા અમદાવાદના એજન્ટ મયંક શર્માએ ત્રણ વ્યક્તિઓને કલોલ ખાતે મોકલ્યા હતા. જેમાંથી રેયાન નામના એક વ્યક્તિએ 10 લાખ રૂપિયાની માંગણી કરીને ફાયરિંગ કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસમાં હવે મહિલા પીએસઆઇનાં પતિ સુનીલ પટેલ નામના એજન્ટની સંડોવણી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઇ છે. મયંક શર્માની દેવમ બ્રહ્મભટ્ટ સાથે ઓળખાણ સુનીલ પટેલે જ કરાવી હતી. ફાયરિંગની ઘટના બાદ બન્ને વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ હાલ અનેક મીડિયાગૃહો પાસે છે. અને આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર પણ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કલોલના પંચવટી વિસ્તારમાં વસવાટ કરતા વિષ્ણુ પટેલનાં ભત્રીજા વિશાલ અને વિશાલની પત્ની રૂપાલીને અમેરિકા મોકલવાનો કારસો રચી દેવમ બ્રહ્મભટ્ટ અને ઋત્વિક વિજયભાઈ પારેખ દ્વારા રૂપિયા 1 કરોડ 10 લાખમાં ડીલ નક્કી કરાઈ હતી. જે અંતર્ગત ચોથી ફેબ્રુઆરીના રોજ દેવમ બ્રહ્મભટ્ટ અમદાવાદથી દંપતીને લઈને દિલ્હી ખાતે પહોંચ્યો હતો. જ્યારે ઋત્વિક પારેખ તેમજ વિષ્ણુ પટેલ એરપોર્ટથી જ કલોલ પાછા ફર્યા હતા. એ રાત્રે ઋત્વિક પારેખ સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ પણ વિષ્ણુ પટેલના ઘરે ગયા હતા. આ લોકોએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ દરમિયાન રેયાન નામનાવ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. વિષ્ણુ પટેલનો આ ફાયરિંગમાં આબાદ બચાવ થયો હતો. બાદમાં ત્રણ ઈસમો નાસી ગયા હતા. જો કે, ઋત્વિક પકડાઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે, હાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દેવમ બ્રહ્મભટ્ટની પણ ધરપકડ કરી લીધી છે. અને પૂછતાછ દરમિયાન સામે આવ્યું કે, અમદાવાદના મયંક શર્મા નામના એજન્ટે ત્રણ વ્યક્તિઓને કલોલ ખાતે મોકલ્યા હતા. જેમાં એક વ્યક્તિએ ફાયરીંગ કર્યું હતું.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે