GujaratStory
Trending

ગોંડલ: પુત્રના મૃત્યુ બાદ વિધવા વહુ ને પટેલ પરિવારે દીકરી માનીને પરણાવી અને કન્યાદાન કર્યું

ગોંડલના મોવિયા ગામે રહેતા પટેલ પરિવારે એવું કામ કર્યું છે કે સમાજે પણ શીખવું જોઈએ. ત્રણ માસ પહેલા જ પટેલ પરિવારના પુત્રનું નિધન થતા નાની ઉંમરે જ વહુ વિધવા બની જતા જિંદગીભર વહુ દુઃખી રહેશે તેવું પરિવારે વિચાર્યું. પરિવારે વહુના દુઃખને જોતા આખરે અમરેલીના સૂર્ય પ્રતાપ ગઢ ના યુવાન સાથે લગ્ન કરાવ્યા હતા અને ભારે હૈયે વહુને વિદાય આપી હતી.

મોવિયાના ચંદુભાઈ કાલરીયા અને તેમના પત્ની રસિલાબેને સમાજમાં દાખલો બેસાડ્યો છે. તેમના લાડકવાયા પુત્ર અમિતનું ત્રણ માસ પહેલા જ હાર્ટ એટેકના કારણે નાની વયે નિધન થયું હતું. વિધવા બનેલી પુત્રવધુ આરતી પણ નાની ઉંમરની હોવાથી આખી જિંદગી દુઃખમાં રહેવું પડશે તેવું પરિવારને લાગી આવતા તેમણે વહુને પોતાની દીકરી ગણીને જ અમરેલીના યુવક સાથે લગ્ન કરાવ્યા હતા.

આરતીબેનને મોવિયાના સાસરિયાઓએ પુત્રવધૂમાંથી પુત્રી બનાવી તો સામે અમરેલીના સાસરિયાઓએ બંને સંતાનો સાથે આરતીબેનને સ્વીકાર્યા છે. મોવિયાના પટેલ પરિવારે દીકરીની જેમ જ કન્યાદાન પણ કર્યું હતું.સૂર્યપ્રતાપગઢના યુવાન મહેશ સોળીયા સાથે આરતીને ધામધૂમથી પરણાવી હતી. કરિયાવરમાં પણ પુત્રીને અપાય તેવી જ ભેટ આપી હતી.