કરણ જોહરે અરવિંદ કેજરીવાલને પોસ્ટમાં ટેગ કરી કહી એવી વાત કે હવે થઇ રહ્યા છે ટ્રોલ

આખા દેશમાં કોરોના વાઇરસના દર્દીઓ સતત વધી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની ત્રીજી લહેર એ આવવાની તૈયારીમાં છે. આને કારણે દેશના ઘણા રાજ્યમાં સલામતીની બધી વ્યવસ્થા કરવાની શરૂઆત થઇ ગઈ છે. સરકાર અલગ અલગ પ્રકારના પ્રતિબંધ લગાવવા માટે તૈયારી કરી રહી છે. દિલ્હીમાં 28 ડિસેમ્બરથી થીએટર બંધ કરવા માટેનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે. આને લીધે બૉલીવુડના નિર્દેશકોએ પોતાની ફિલ્મોની રિલીઝ તારીખ બદલી દીધી છે.
 
ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણી અસર થઈ છે. છેલ્લા બે વર્ષમાં સિનેમાઘરો બંધ થવાને કારણે નિર્માતાઓને ઘણું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં, 30 ડિસેમ્બરે, બોલીવુડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહરે દિલ્હી સરકાર તરફથી સિનેમા ખોલવાની અરજી આપી હતી, જેના કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગયો છે. કરણ જોહરે ટવીટમાં લખ્યું હતું કે, ‘હું દિલી સરકારએ અપીલ કરું છું કે બંધ થીએટર ખોલવામાં આવે. થીએટર એ સોશિયલ ડિસ્ટન્સ અને હાઇજીનને ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે તેને ખોલી દેવામાં આવે.’

તમને જણાવી દઈએ કે, કરણ જોહરે ટ્વિટમાં દિલ્હીના સીએમ કેજરીવાલને પણ ટેગ કર્યા છે. બસ પછી શું હતું કરણ જોહરે ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયા પર યુઝર્સ કરણ જોહરને ખરુંખોટું કહી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, “તેનું લેવલ અલગ છે. જનતાને પોતાનો જીવ બચાવવાની ચિંતા છે અને તેને ફિલ્મોનું ટેન્શન છે. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું કે, “વાહ શું વાત છે, તમે તમારા પોતાના ફાયદા માટે કંઈ પણ કરશો, લોકોની સુરક્ષા કરવાનો કોઈ અર્થ નથી. તે એક અલગ સસ્તો નશો કરે છે.

તો બીજા યુઝરે લખ્યું કે, આગ લગી હૈ બસ્તીમેં યે મસ્ત હૈ અપની મસ્તીમેં.’ બીજા એક યુઝરે પણ તેને ખુબ ટ્રોલ કર્યો હતો. લોકોએ કરણને કહ્યું હતું કે લોકો પોતાના પરિવારનો જીવ જોખમમાં મૂકીને પણ આ ફાલતુ ફિલ્મો જોવા આવે. આનાથી આમને તો પૈસા મળી જશે પણ જોવાવાળાને બીમારી મળશે.’

તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે, 30 ડિસેમ્બર, ગુરુવારે, ભારતના મલ્ટિપ્લેક્સ સ્ટેશનના સભ્યોએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સાથે બેઠક કરી હતી. આ દરમિયાન, તેમણે સિનેમાઘરોને બંધ કરવાને બદલે અન્ય વિકલ્પો પસંદ કરવાનું કહ્યું હતું જેથી ફિલ્મ ઉદ્યોગને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય કારણ કે ફિલ્મ નિર્માતાઓને પહેલેથી જ ઘણું નુકસાન થયું છે.