Bollywood

મેકઅપ વગર, ગાલ બેસી ગયેલ અને આંખો નીચે કાળા કુંડાળા સાથે જોવા મળી કરીના કપૂર

બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર હમણાં ખુબ ચર્ચામાં છે. એવો કોઈ દિવસ નથી હોતો કે જયારે કરીના કપૂર સોસીયલ મીડિયા પર સક્રિય ના હોય. હમણાના સમયમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાઇરલ થઇ રહ્યો છે જેમાં કરીનાને ઓળખવી ખુબ મુશ્કેલ થઇ રહી છે. આ ફોટોમાં કરીનાને ઓળખી શકાતી નથી આ ફોટોમાં તે મેકઅપ વગર દેખાઈ રહી છે એટલું જ નહિ પણ તેના ગાલ બેસી ગયેલા છે અને સાથે આંખો નીચે કાળા કુંડાળા પણ થઇ ગયા છે.

તમને જણાવી દઈએ કે કરીનાની જે તસ્વીર વાઈરલ થઈ રહી છે તે હાલની નથી પરંતુ તેની ટીનેજની છે. આ તે સમયની વાત છે જ્યારે તેણે બોલિવૂડમાં પોતાના પગલા માંડ્યા હતા. યાદ કરો કે કરીના કપૂરે વર્ષ 2000માં ફિલ્મ રેફ્યુજીથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે અભિષેક બચ્ચન લીડ રોલમાં હતો. અભિષેક બચ્ચનની પણ આ ડેબ્યુ ફિલ્મ હતી. તેમની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર  પ્રદર્શન કરી શકી હતી નહિ.

પહેલી ફિલ્મ ફેલ ગયા પછી તેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં  છે. આજે ઇન્ડસ્ટ્રીમાં તેની ગણતરી ટોપની અભિનેત્રીઓમાં થાય છે. કરીના કપૂર બાળપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી. તે અવારનવાર પોતાના પિતા રણધીર કપૂર સાથે ફિલ્મની શૂટિંગ પર પણ જતી હતી. તેને સેટ પર ખુબ મજા આવતી હતી.
 
જણાવી દઈએ કે કપૂર પરિવારમાં પુત્રવધૂ અને પુત્રીઓને ફિલ્મોમાં કામ કરવાની મનાઈ છે, પરંતુ બબીતાએ તેની બંને પુત્રીઓને બોલિવૂડમાં જવા માટે પ્રોત્સાહિત કર્યા. દરેક પગલે તેની પડખે ઉભો રહ્યો. પહેલા મોટી દીકરી કરિશમાએ પરિવારની પરંપરા તોડી, પછી કરીનાએ પણ તેની બહેનના પગલે ચાલી. બોલિવૂડમાં પગ મૂક્યા બાદ કરીના ઘણી ફેમસ થઈ ગઈ હતી.

કરીનાનો આ લુક ઘણા દિવસોથી ચર્ચામાં હતો. કરીના ફિલ્મ ટશનના સેટ પર અભિનેતા સૈફ અલી ખાનને મળી હતી. તે પછી બંને ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરે છે. આ પછી બંનેએ વર્ષ 2012માં લગ્ન કરી લીધા હતા. આજે આ દંપતી 2 પુત્રોના માતા-પિતા છે. અત્યાર સુધી કરીનાએ પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે અજનબી, ઐતરાઝ, હસ્ટલ, ઓમકારા, જબ વી મેટ, ગોલમાલ રિટર્ન્સ, 3 ઈડિયટ્સ, બોડીગાર્ડ, બજરંગી ભાઈજાન જેવી ફિલ્મોમાં ઉત્તમ કામ કર્યું છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા છે.