અરબોના માલિકએ કર્યું એક એવું કામ કે પછી કરોડપતિ બની ગયો રોડપતિ
આજની વાત છે વેલ્સના રૉબ લૉયડની કે જેમના નસીબે એવી પલ્ટી મારી કે જોત જોતામાં તે એક્સમયના સૌથી આમિર વ્યક્તિ એ આજે કંગાળ થઇ ગયા છે. ચાલો તમને જણાવીએ કે શું છે આ ખાસ વાતો.તમને જણાવી દઈએ કે રોબ લોયડ 57 વર્ષના અબજોપતિ છે. જે હવે ગરીબીની આરે છે અને તેની પાસે માત્ર 10 હજાર રૂપિયા બચ્યા છે. નોંધનીય છે કે ‘ડેઇલી સ્ટાર’ના એક અહેવાલ મુજબ, એક સમયે રોબ લોયડનો વાર્ષિક પગાર 3 કરોડ 52 લાખ રૂપિયાથી વધુ હતો.
તે 3 અબજ 73 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિના માલિક હતા. આટલું જ નહિ પણ તેમની પાસે ઈંટર્નફિલ્ડ ગ્રુપ નામની એક કંપની હતી. પણ રેસિંગ યાર્ડ બનાવવા માટેનું એક એવું ભૂત તેને વળગ્યું કે એ પછી તેણે રેસિંગ યાર્ડ બનાવવા માટે પોતા 60 કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા અને પછી તેણે 20 કલોર્ડ રૂપિયાથી વધુનો ખર્ચ કરીને ઘોડા પણ ખરીદી લીધા. વર્ષ 2009માં, રોબ લોયડ ચેનલ 4ના હિટ શો ‘ધ સિક્રેટ મિલિયોનેર’માં પણ જોવા મળ્યો હતો.
પરંતુ પછીના બે વર્ષમાં તે સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો અને વર્ષ 2011 સુધીમાં તે 2 અબજ 62 કરોડ રૂપિયાના દેવામાં ડૂબી ગયો. આટલું જ નહીં, તેનું ભાગ્ય એટલું ખરાબ હતું કે તે બહામાસમાં છેતરપિંડીનો શિકાર પણ બન્યો હતો અને એક ઠગ દ્વારા તેને કરોડોની છેતરપિંડી કરીને બરબાદ કરી નાખ્યો હતો. બીજી આજુ 2017માં રિયાલિટી શો ‘ધ રિયલ હાઉસવાઈફ ઓફ ચેશાયર’માં રૉબની પત્નીએ ખુલાસો કર્યો હતો કે સાથે રહેતા હોવા છતાં તેણે એક કરોડપતિ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા અને રૉબ સાથે તેમને એક દીકરી પણ છે.
અમે તમને જણાવીએ કે જે વ્યક્તિ એક સમયે અરબોમાં રમતા હતા. વર્ષ 2020 સુધીમાં, તે કેન્સરથી પીડિત હતો અને થોડી જ વારમાં તેનું બેંક બેલેન્સ ખાલી થઈ ગયું. જે બાદ અંતે તેની પાસે માત્ર 10 હજાર રૂપિયા જ બચ્યા હતા. તે જ સમયે, આ બધા પછી, તે ડિપ્રેશનમાં ગયો. અમે તમને જણાવી દઈએ કે રોબના પહેલા બે લગ્ન નિષ્ફળ ગયા હતા અને રોબના કહેવા પ્રમાણે, અચાનક જ બધું તેનાથી દૂર થઈ ગયું હતું. આટલું જ નહીં, પ્રોપર્ટી માર્કેટમાં નુકસાન થયા પછી, તેણે તેની કંપનીને ફરીથી બનાવવા માટે રેસિંગ યાર્ડ, ખેતર અને ઘોડા બધું વેચી દીધું, પરંતુ તેમ છતાં તેને કંઈ મળ્યું નહીં.
આ બધું થવા છતાં તે પછી મારિયા નામની એક મહિલા સાથે ત્રીજા લગ્ન કરે છે અને મારિયા સાથે લગ્ન પછી તે ઘણા ખુશ છે અને તેમનો કેન્સરની સારવાર પણ ચાલી રહી છે. આમ તમે વિચાર કરો એક અરબો પતિની આવી પરિસ્થિતિ થઇ શકે છે તો આપણે તો તકેદારી રાખવી જ જોઈએ.