નમસ્કાર મિત્રો,કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી,આ કહેવત દીકરીએ સાચા અર્થમાં સાબિત કરી છે,જેમનું નામ ડો.ક્રિષ્ના પંકજકુમાર પટેલ છે.અત્યારે કોન્સટેબલ અને PSI બનવા દરેક છોકરા-છોકરીઓ ખૂબ જ મહેનત કરે છે,આવી જ કઈક વાત આજે આપણે જાણીશું.
વાંસદા તાલુકાના વાંદરવેલા ગામના ડો.ક્રિષ્ના પંકજકુમાર પટેલે GPSC દ્વારા આયોજીત પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે.તેમની માતાનું નામ તારાબેન અને પિતાનું નામ પંકજભાઈ છે,જેઓનું મૂળ વતન ઝરી ગામ છે અને હાલ પ્રતાપનગરમાં સ્થાયી થયા છે.સાથે તેમના પતિ ચિંતનકુમારે પણ પોતાની પત્નીની સિદ્ધિ બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
ડો.ક્રિષ્ના પટેલ બાળપણથી જ ઓફિસર બનવાનું વિચારી રહ્યા હતા, તેઓ કહેતા કે મારે ઓફિસર બની સમાજસેવા કરવાનું સપનું હતું.પછી તેઓએ સિદ્ધપુર ડેન્ટલ કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપી,ત્યારબાદ GPSC ની પરીક્ષા આપી જાહેર સેવા ક્ષેત્રે કામગીરી કરવા માટે તૈયારી શરૂ કરી.
પ્રથમ GPSC દ્વારા સ્ટેટ ટેક્સ ખાતામાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામ્યા હતા અને અમદાવાદમાં સેવામાં જોડાયા હતા.સાથે તેમણે તૈયારી પણ ચાલુ રાખી અને GPSC દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં પોલીસ ઈન્સ્પેક્ટર ( PI ) તરીકે પસંદગી પામ્યા.સાથે તેમણે તૈયારી ચાલુ રાખી અને GPSC દ્વારા લેવામાં આવેલી કલાસ 1/2 ની પરીક્ષા આપી ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામી છે.