GujaratIndiaStorySurendranagar

કઠોર પરિશ્રમ બાદ ગુજરાતના આ યુવકે પિતાનું માથું કર્યું ગર્વથી ઊંચું, DySP બની પોતાનું સપનું સાકાર કર્યું,

નમસ્કાર મિત્રો,આજકાલ ઘણા યુવાનો પોતાના સપના સાકાર કરવા તનતોડ મહેનત કરે છે,અને લોકો ખૂબ મહેનત કરી પોતાના સપના સાકાર કરવામાં સફળ બને છે,એવામાં આજે આપણે રવિરાજસિંહ પરમારની સફળ કહાની વિશે જાણીશું.

કહેવાય છે કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી,આ કહેવત રવિરાજસિંહ પરમારે સાચા અર્થમાં સાબિત કરી બતાવી છે.રવિરાજસિંહ પરમાર જે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના મુંજપર જામ ગામના વતની છે,તેમના પિતા પણ પોલીસમાં ફરજ બજાવે છે.

રવિરાજસિંહ પરમાર જેઓએ ચાર વર્ષ પહેલા કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી હતી,અત્યારે તેમણે DySP બની પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે.તેમણે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કર્યા બાદ વર્ષ 2017 માં ઇલેક્ટ્રીક એન્જીનિયરીંગમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું.

તેમણે પોતાનું સપનું સાકાર કરવા માટે બિન પગાર રજા લઈને તૈયારી ચાલુ રાખી હતી,તેમણે GST ડિપાર્ટમેંટની પરીક્ષા પણ પાસ કરી હતી,તેઓને અંકલેશ્વરમાં ટેક્સ ઈન્સ્પેકટરમાં પોસ્ટિંગ મળ્યું હતું,પરંતુ તેમનું સપનું GPSC ની પરીક્ષા પાસ કરવાનું હતું, અંતે તેમની મહેનત રંગ લાવી.થોડાક દિવસ પહેલા જ GPSC પરિક્ષાના પરિણામ જાહેર થયા તેમાં તેઓ 13 મા ક્રમાંકે પાસ થયા.