કેન્દ્રિય સામાજિક ન્યાય-અધિકારીતા રાજ્ય મંત્રી તથા ભાજપની સહયોગી પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ આઠવલેએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી,ત્યારબાદ વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, પાટીદારોને OBC માં સમાવેશ કરવો કે નહીં તેના અધિકાર રાજ્યોને આપેલ છે અને આ માટે બંધારણમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.
માટે ગુજરાત સરકારને વિનંતી છે કે,તેઓ પાટીદારોનો OBC માં સમાવી લેવા જોઈએ.જોઈએ તો પહેલા પણ રામદાસ આઠવલે જ્યારે રાજ્યની મુલાકાતે આવ્યા હતા તે સમયે પણ તેમણે પાટીદારો વિશે વાત કરી હતી કે પાટીદારોને OBC માં સમાવવા જોઈએ.તમને જણાવી દઈએ કે,રાજ્યમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને અત્યારથી જ પાટીદારનો મુદ્દો ચાલી રહ્યો છે.
ત્યારે કેંદ્રીય મંત્રીના આવા નિવેદનથી રાજકારણમાં ગરમાવો જોવા મળે છે.તમને ખબર હશે કે થોડાક વર્ષો પહેલા ગુજરાતમાં પાટીદાર સમાજે અનામત માટે ખૂબ મોટું આંદોલન ચલાવ્યું હતું.પરિણામે ગુજરાત સરકારે પાટીદાર સમાજ અને ગુજરાતના આર્થિક રીતે પછાત વર્ગને આર્થિક અનામત મળે તે માટે EBC ની રચના કરી છે.