રોડ પર સુતા માણસને પોલીસ ફૂડ પેકેટ આપવા પહોંચી ત્યારે તેણે એવું કર્યું કે જોઈને તમે બોલી ઉઠશો “વાહ”
અત્યારે દેશ સહીત દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. ભારતમાં 21 દિવસના લોકડાઉન બાદ ફરી 3 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે ત્યારે ગરીબ મજૂરો અને ઘરવિહોણા માટે સેવાભાવી સંસ્થાઓ અને પોલીસ તેમજ સરકાર દરરોજ સેવા આપી રહી છે.આપણે જાણીએ છીએ તેમ કોરોના સામે લડવા માટે સામાજિક અંતર એ જ એક ઉપાય છે.દેશમાં લોકો હજુ પણ ઘરની બહાર નીકળીને નિયમોનું ઉલ્લંઘન કરી રહયા છે ત્યારે કેરળમાં એક રસ્તે સૂતા ગરીબ માણસે ન સમજતા લોકોને ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કેરળનો એક હ્ર્દયસ્પર્શી વિડીયો સામે આવ્યો છે. કેરળ પોલીસ ના જવાનો જયારે રસ્તે સૂતા ઘરવિહોણા માણસને ફૂડપેકેટ આપવા જાય છે ત્યારે તે માણસ કંઈક એવું કરે છે કે પોલીસ પણ ચોંકી જાય છે. સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેરળ પોલીસના 3 જવાનો રસ્તે સૂતા માણસને ફૂડ પેકેટ આપવા જાય છે ત્યારે તે અચાનક ઉભો થઈને પોલીસને દૂર જવા કહે છે.
વિડીયો જુઓ અહીં,
View this post on Instagram
પોલીસ જયારે તેની નજીક ફૂડ પેકેટ આપવા જાય છે તો તે ઉભો થઈને નજીક ન આવવા કહે છે અને બાજુમાં જ એક સર્કલ બનાવે છે અને ત્યાં ફૂડ પેકેટ રાખવા કહે છે. આવું જોતા જ પોલીસ ફૂડ પેકેટને ત્યાં મૂકીને પાછળ જતા રહે છે.આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.લોકો તેના ખુબ જ વખાણ પણ કરી રહ્યાં છે. એક યુઝરે કહ્યું કે,”તમારા હાથમાં તે કેટલું છે તે મહત્વનું નથી પણ તમારા હ્ર્દયમાં કેટલું છે તે મહત્વનું છે.”