);});
GujaratIndiaNews

કેરીનો યોગ્ય ભાવ ન મળતા ગુજરાતના આ ખેડૂતે કર્યું અનોખુ કામ, આજે ૮૦ થી વધુ નેચરલ પ્રોડક્ટ તૈયાર કરે છે,

નમસ્કાર મિત્રો,આજે આપણે એવા એક ખેડૂતની વાત કરીશું જેઓના કામને ખરેખર સલામ છે,તેમણે આ સફળ ધંધો કરવા માટે શરૂઆતમાં ઘણા વર્ષો મહેનત કરી,તેમણે કેરીના પાકમાં પૂરતો ભાવ ન મળતા તેઓએ એક નવો જ જુગાડ કર્યો છે.જો આપણે ફાર્મના એડ્રેસની વાત કરીએ તો ભુજ જતા પહેલા ભુજોડી નામથી એક ગામ છે,ત્યાં તેમનું ભુડિયા ફાર્મ આવેલું છે.

અને જો છતા પણ સરનામું ન મળે તો ૭૪૦૫૧ ૭૧૦૩૯ આ નંબર પર ફોન કરીને એડ્રેસ પૂછી શકો છો.આપણે વાત કરીએ તો આ ખેડૂતને કેરીનો પૂરતો ભાવ ન મળતા તેઓએ નેચરલ જ્યુસ,નેચરલ ફ્રૂટ્સ,ટૂંકમાં બધી જ નેચરલ પ્રોડક્ટ બનાવે છે.તેઓના અભ્યાસની વાત કરીએ તો ધોરણ ૯ સુધી જ અભ્યાસ કર્યો છે.તેઓ આવી તો ૧-૨ નહીં પરંતુ ૮૦ કરતા પણ વધુ પ્રોડક્ટ તૈયાર કરે છે.

જેઓ છેલ્લા ૧૫ વર્ષથી આ ધંધો કરી રહ્યા છે.તેમણે વાડીમાં કોલ્ડ સ્ટોરેજ પણ બનાવ્યા છે.તેમની વાડીમાં ચાર હજાર આંબાનું ફાર્મ છે.તેઓ ખારેકમાંથી ગોળ પણ બનાવે છે જે એક પ્રવાહી સ્વરૂપે તૈયાર કરે છે.શરૂઆતમાં આ ખેડૂતે ખૂબ જ મહેનત કરી છે.

તેઓ કેરીનો જ્યુસ,ખારેકમાંથી ગોળ, મેંગો લસ્સી, ભૂડિયા સ્પેશિયલ જામફળ જ્યુસ,અખરોટ-દૂધ-એલચીનો જ્યુસ,આવી તો ૮૦ થી વધુ નેચરલ પ્રોડક્ટ તૈયાર કરે છે.તેમના ફાર્મમાં મોટા મોટા મંત્રીઓએ પણ મુલાકાત લીધી છે.જો તમે ભુજ બાજુ જાઓ તો આ ફાર્મમાં અવશ્ય મુલાકાત લો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.