આ દેશોમાં આજે પણ થાય છે મહિલાઓનું ખતના, જાણો શું છે કારણ

દુનિયાભરમાં અનેક ધર્મને પાડતા લોકો રહે છે અને દરેક ધર્મની પોતાની પરંપરાઓ હોય છે. પરંતુ તેમાંથી કેટલીક પરંપરાઓ એવી છે જે આજે પણ વિવાદ વચ્ચે ઘેરાયેલી છે. આ પ્રથા ને કુપ્રથા કહેવામાં આવે છે તેની સાથે અંધવિશ્વાસ જોડાયેલો હોય છે. તેથી આવી પ્રથાઓને કેટલાક દેશમાં પ્રતિબંધિત કરવામાં આવી છે તેમાંથી જ એક પ્રથા છે મહિલાઓનું ખતના.
મુસ્લિમ પુરુષોના અખતના વિશે તો તમે પણ સાંભળ્યું હશે પરંતુ કેટલાક મુસ્લિમ અને ઈસાઈ ધર્મના સમુદાયમાં મહિલાઓનું પણ ખતના કરવામાં આવે છે. જેમાં મહિલાઓના પ્રાઇવેટ પાર્ટનો બહારનો ભાગ બ્લેડ કે કોઈ ધારદાર વસ્તુથી કાપી નાખવામાં આવે છે. આ પ્રક્રિયા ખૂબ જ દર્દ ના હોય છે તેના માટે મહિલા ને બેભાન પણ કરવામાં આવતી નથી. આ જ કારણ છે કે આ પ્રથાને શારીરિક અને માનસિક ત્રાસની પ્રક્રિયા માનવામાં આવે છે.
ઘણા દેશોમાં આ પ્રથાને પ્રતિબંધિત કરવામાં આવી છે તેમ છતાં દુનિયાના 92 દેશ એવા છે જ્યાં આજે પણ મહિલાઓ સાથે આ ખતરનાક અને દર્દના પ્રક્રિયા કરવામાં આવે છે. જોકે ભારત સહિત 51 દેશ એવા છે જેણે આ પ્રથાને પ્રતિબંધિત કરી છે. જોકે તેમ છતાં ઘણા લોકો ચોરી છુપે આ કામ કરી લેતા હોય છે.
મિશ્રના દેશોમાં આ પ્રકારના કેસ સૌથી વધુ જોવા મળે છે. આ સિવાય આ પ્રથા આફ્રિકી દેશોમાં પણ સૌથી વધારે પ્રચલિત છે. આ સિવાય મધ્યપૂર્વ લેટિન અમેરિકા યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં પણ તેનું ચલણ છે.
ભારતની વાત કરીએ તો આ પ્રથા નું બોહરા સમુદાય અને કેરળના સુની મુસ્લિમ સમુદાયમાં તેને મહત્વ આપવામાં આવે છે. આ પ્રથા પાછળ એક અંધવિશ્વાસ છે લોકો માને છે કે 15 વર્ષની ઉંમરની બાળકીઓનું ખાતના કરી દેવાથી તેની યોગ્ય ઈચ્છાઓ દબાઈ જાય છે અને તે લગ્ન પહેલાં આ પ્રકારની ભાવનાને અનુભવી શકતી નથી. જો કોઈ બાળકી લગ્ન પહેલા આ ભાવનાને મહેસુસ કરે તો તે અશુદ્ધ થઈ જાય છે તેથી તેની ખાતના ની પ્રક્રિયા કરવામાં આવે છે.