Gujarat

ખેડા જીલ્લાના નડિયાદમાં લક્ઝરી બસ પલ્ટી ખાતા સર્જાયો ભયંકર અકસ્માત

ખેડા જીલ્લાના નડિયાદ કપડવંજ રોડ પર વીણા પાટીયાની નજીક ભયંકર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. આ અકસ્માત જાણવા મળ્યું છે કે, એક લક્ઝરી બસ પલ્ટી ખાઈ જતા તે 15 ફૂટ ઉંડા ખાડામાં ખાબકી ગઈ હતી. તેની સાથે એક સારી વાત રહી કે, તેમાં બેઠેલા પેસેન્જરને સામાન્ય ઈજા થઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, નડીયાદ કપડવંજ પર લક્ઝરી બસ જઈ રહી હતી ત્યારે પલટી ખાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જેમાં 50 થી વધુ મુસાફરો રહેલા હતા. પરંતુ એક સારી વાત રહી અંદર બેઠેલા ત્રણ મુસાફરોને સામાન્ય ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. તેની સાથે તેમાં બેઠેલ એક પેસેન્જરને મહા મુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો.

આ ઘટના સર્જાતા સ્થાનિક લોકો દ્વારા 108 ને ફોન કરવામાં આવ્યો હતો. જ્યારે 108 ની સાથે ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ હતી. જેમાં એક મુસાફરની વાત કરવા આવે તો આ મુસાફર બસની અંદર નીચે દબાઈ ગયો હતો. તેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સ્પેડર કટરની મદદથી બસનું પતરું કાપી તેને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ ઈજાગ્રસ્તને 108 મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે