કોરોનાના કેસમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે, આ પહેલા પ્રથમ અને બીજી લહેરમાં કેટલાય લોકોએ પોતાના માતા-પિતા તો કોઈએ ભાઈ-બહેન ખોયા છે,હવે તમે જ વિચારો કે ઘરનો જવાબદાર વ્યક્તિ મૃત્યુ પામે તો તે ઘરની હાલત શું થાય ?
આજે આપણે આવી જ કઈક હકીકત કહાની વિશે જાણીશું જે ખૂબ જ હ્રદયસ્પર્શી છે, કોરોનામાં પિતા-પુત્રનું મૃત્યુ થતા ઘર પર દુ:ખનો આભ તૂટી પડ્યો હતો,મૃતક પિતા ગાંઠીયાની દુકાન ચલાવી રહ્યા હતા પરંતુ કોરોનામાં પિતા-પુત્રનું મૃત્યુ થયું હતું.અત્યારે સાસુ-વહુ આ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે,ખરેખર આ સાસુ-વહુને સલામ છે.
તેમનો પરિવાર ૧૩૦ વરસથી આ પેઢી સંભાળી રહ્યો છે.તેઓ દુકાને આવે તે પહેલા ગ્રાહકોની લાઈનો લાગે છે,ગુજરાતીમાં કહેવત છે કે,જેવુ વાવીએ તેવું લણે, આ એ જ વાવેતર મૃત્યુ પામનાર પિતાએ કર્યું હતું,તેઓની દુકાનમાં પહેલેથી એકદમ ચોખ્ખાઈ, ઈમાનદાર પણ હતા,ગ્રાહકો અને સ્ટાફ સાથે પણ ખૂબ જ સારા સ્વભાવથી બોલતા હતા.
આજે પણ તેમનો સ્ટાફ પહેલા જેવી મહેનતથી જ ધંધો સાંભળી રહ્યા છે.આજે આવતા ગ્રાહકો પણ મૃતક હિતેશભાઈને ખૂબ યાદ કરે છે.આજે સાસુ-વહુ રાજકોટમાં આ ધંધો સંભાળી રહ્યા છે,રાજકોટમાં નાના મૌવા મેઇન રોડ પદમી સોસાયટી,ચંદ્ર પાર્ક અને SBI બેન્કની સામે શ્રી બાલાજી ગાંઠિયા & ફરસાણ નામથી ખૂબ જ જાણીતા છે.