CrimeInternationalNews

મહિલાનું અપહરણ કરીને 14 વર્ષ સુધી ગુલામ બનાવીને રાખી, 1000 વખત બળાત્કાર કર્યો

રશિયામાં એક વ્યક્તિ પર એક મહિલાનું અપહરણ કરીને તેને 14 વર્ષ સુધી ગુલામ બનાવીને રાખવાનો આરોપ છે. આ પુરુષ પર મહિલાને અંધારકોટડીમાં ‘સેક્સ સ્લેવ’ તરીકે રાખવાનો પણ આરોપ છે. રશિયાના આ વ્યક્તિનું નામ વ્લાદિમીર ચેસ્કીડોવ છે, જેની ઉંમર 51 વર્ષ છે. આ વ્યક્તિ પર આરોપ છે કે તેણે મહિલા પર 1,000થી વધુ વખત બળાત્કાર કર્યો હતો. તેણીને નિર્દયતાથી પીટતો પણ હતો. એકટેરીના કહે છે કે તે 31 જુલાઈના રોજ ઉરલ પર્વતમાળાના સ્મોલેનો ગામમાં ઘરેથી ભાગી ગઈ હતી.

ચેસ્કીડોવ, જેના પર અન્ય મહિલાની હત્યાનો પણ આરોપ છે. તેણે કોઈપણ ગેરરીતિનો ઈન્કાર કર્યો છે. મંગળવારે કસ્ટડીની સુનાવણી દરમિયાન, ચેસ્કીડોવ આંસુએ તૂટી પડ્યો. તેણે ન્યાયાધીશને કહ્યું કે તે અને એકટેરીના એકબીજા માટે ખૂબ પ્રેમ અને આદર ધરાવે છે.
આરોપીની માતાએ મહિલાને ભાગવામાં મદદ કરી હતી

સ્થાનિક મીડિયા અનુસાર આરોપી ચેસ્કીડોવની માતાએ મહિલાને ભાગવામાં મદદ કરી હતી. એકટેરીનાએ પોલીસને જણાવ્યું કે તેને ઘરના કામકાજ કરવા માટે બેડરૂમમાંથી છરીના નિશાન પર જવા દેવામાં આવી હતી. અખબારે તેના અહેવાલમાં જણાવ્યું છે કે મહિલાએ એવો પણ દાવો કર્યો છે કે તેને નજીવી બાબતો પર વારંવાર હેરાન કરવામાં આવી હતી અને ઘણી વખત નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. પોલીસે સ્મોલિનો ગામમાં ચેસ્કીડોવના એક માળના મકાનની તલાશી લીધી અને પોર્નોગ્રાફી, સેક્સ ટોયઝ, પોર્ન ફિલ્મો સાથેની સીડી મળી આવી. રશિયાની તપાસ સમિતિની સ્થાનિક શાખાએ ચેસ્કીડોવના ઘરના ભોંયરામાં માનવ અવશેષોની શોધની પુષ્ટિ કરી છે.