International

ઉત્તર કોરિયાએ જ કિમ જોંગ અંગેના આ દાવાઓની પોલ ખોલી નાખી

ઉત્તર કોરિયાના લોકો કિમ જોંગ અંગે વર્ષોથી તેમની સાથે સંબંધિત વસ્તુઓનો દાવો કરી રહ્યા હતા.જો કે હવે તેમના દેશ એ તેમને નકારી કાઢવાનો નિર્ણય કર્યો છે. ડેઇલી મેલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ઉત્તર કોરિયાના સત્તાવાર અખબારે સ્વીકાર્યું છે કે કિમ જોંગ ‘અવકાશ’ અને ‘સમય’ બદલી શકશે નહીં. વર્ષોથી ઉત્તર કોરિયામાં કિમ પરિવારના લોકો પાસે જાદુઈ શક્તિ હોવાનો દાવો કરવામાં આવે છે.

નિષ્ણાંતોના મતે ઉત્તર કોરિયાના Rodong Sinmun અખબારમાં પ્રકાશિત થયેલ અહેવાલમાં કહેવાયું છે કે ઉત્તર કોરિયા તેના શાસક અને તેની સાથે સંકળાયેલી વાતોમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને હવે તે પોતાના નેતાને વધુ માનવ સ્વરૂપમાં બતાવવા માંગે છે .ઉત્તર કોરિયાના અખબારે તેના તાજેતરના અંકમાં લખ્યું છે કે, હકીકતમાં, વ્યક્તિ આકાશને ફેરવીને અચાનક અદૃશ્ય થઈ શકે નહીં.

Yonhap ન્યૂઝ એજન્સી અનુસાર દક્ષિણ કોરિયન એકીકરણ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે કિમના શાસન હેઠળ દંતકથાને નકારી કાઢવાનું વલણ નોંધનીય છે. અધિકારીએ કહ્યું કે લાગે છે કે તે રાષ્ટ્રવાદ અને લોકો પ્રત્યેના પ્રેમ પર વધારે ભાર મૂકવા માંગે છે, રાજકારણીઓ સાથે જોડાયેલી દંતકથા પર નહીં. અમે તેનું વધુ વિશ્લેષણ કરીશું.

ગયા વર્ષે હનોઇમાં કિમ જોંગ ઉન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઈ કરાર પર ન પહોંચ્યા ત્યારે તેમને વધુ માનવતાવાદી નેતા બનાવવાની કોશિશ કરવામાં આવી છે. ખુદ કિમ જોંગે મીડિયા સાથે પણ તેની ચર્ચા કરી હતી. જણાવી દઇએ કે લગભગ 20 દિવસ ગાયબ રહયા બાદ કિમ જોંગ 1 મેના રોજ જાહેર કાર્યક્રમમાં દેખાયા હતા. અગાઉ ઘણા અહેવાલોમાં તેના સ્વાસ્થ્ય વિશે ઘણા દાવા કરવામાં આવ્યાં હતાં.