Tiktok સ્ટાર કીર્તિ પટેલના જામીન પણ નામંજુર થયા, જાણૉ કેટલા વર્ષની સજા થઈ શકે…
હમેશા વિવાદોમાં રહેતી Tiktok સ્ટાર Kirti Patel હવે ગંભીર ગુનામાં ઝડપાઇ છે. સુરત પોલીસ દ્વારા કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનામાં 307ની કલમ હેઠળ કીર્તિને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાઈ છે. વધુમાં Kirti Patel ના જામીન પણ નામંજૂર કરાયા હતા.
આખો વિવાદ કીર્તિ પટેલના એક ટિક્ટોક વીડિયોને કારણે થયો હતો. સુરતના રઘુ ભરવાડ અને કીર્તિ પટેલ વચ્ચે ગઈકાલે વિડીયો બાબતે સુરતમાં બોલાચાલી થઇ હતી.
જેમાં બંને પક્ષ તરફથી લોકોએ આવ્યા હતા અને કીર્તિ પટેલના મિત્રે રઘુ ભરવાડ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલા બાદ કીર્તિ પટેલની 307ના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ગુનો ગંભીર જણાતા તેના જામીન પણ નામંજુર કરી દેવાયા હતા.
307ના ગુનામાં આરોપીને કેટલી સજા થઇ શકે જાણો: જો કોઈ વ્યક્તિની હત્યાના પ્રયાસનો મામલો સામે આવે છે, તો તે પછી ભારતીય કાયદાની કલમ 307 એટલે કે આવું કરનાર વ્યક્તિ પર ભારતીય દંડ સંહિતા લાદવાની જોગવાઈ છે. પરંતુ આ વિભાગ 307 વિશે ઘણા લોકો જાણતા નથી. ચાલો આપણે ટૂંકમાં જાણવાનો પ્રયત્ન કરીએ કે ભારતીય દંડ સંહિતા એટલે કે ભારતીય પેનલ કોડ અને તેનો કલમ 307 શું છે.
જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. અને તે ખૂન કરવામાં નિષ્ફળ જાય છે. તો આવા ગુનો કરનારાઓને સજા કરવાની જોગવાઈ કલમ 307 આઈપીસીની કલમ 307 હેઠળ છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો કોઈ વ્યક્તિ કોઈને મારી નાખવાની કોશિશ કરે છે, પરંતુ હુમલો કરનાર વ્યક્તિ મૃત્યુ પામતો નથી તો આવી સ્થિતિમાં, હુમલો કરનાર વ્યક્તિ પર કલમ 307 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.
આઇપીસીની કલમ 370 હેઠળ દોષી સાબિત થયેલ આરોપીને કડક સજાની જોગવાઈ છે. આવા કિસ્સાઓમાં દોષિતને 10 વર્ષની સજા અને દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. જો હુમલો થયો હોય એ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થાય છે, તો દોષિતને આજીવન કેદની સજા થઈ શકે છે.