કીર્તિ પટેલ ફરી આવી વિવાદમાં, સુરતના વેપારીને ધમકી આપવાની બાબતમાં પોલીસ ફરિયાદ
સોશિયલ મીડિયાની રીલ સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી ગઈ છે. કીર્તિ પટેલ સામે સુરતના ખાટોદરામાં રહેનાર વેપારીએ વધુ એક ફરિયાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. તેના લીધે ફરીથી કીર્તિ પટેલ ચર્ચામાં આવી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ખાટોદરામાં રહેનાર વેપારી ચીનાંશુ કિરીટભાઈ ગોઠીએ સુરત પોલીસ કમિશ્નર કચેરીમાં આવેદન પત્ર આપીને રજૂઆત કરી છે. જેમા તેમણે જણાવ્યું છે કે, કીર્તિ પટેલ નામની મહિલા સાથે સોશિયલ મીડિયા ઉપર તેમની મિત્રતા થઈ હતી. એવામાં કિર્તી પટેલને પૈસાની જરૂરિયાત પડતા તેને મારી પાસે પૈસા માંગ્યા હતા. આ કારણોસર મેં મારા મિત્ર પાસેથી સોનાના દાગીના મુકાવી કીર્તિ પટેલ પૈસા આપ્યા હતા. ત્યારે સોનાના દાગીના આપી લીધેલા પૈસા કિર્તી પટેલ દ્વારા પરત આપવામાં આવ્યા નથી. આ સિવાય ફરીયાદી વેપારીને ધાકધમકીઓ પણ આપવામાં આવી રહી છે તે બાબતમાં સુરત પોલીસ કમિશ્નર કચેરીમાં ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
ખાટોદરાના વેપારી દ્વારા કીર્તિ પટેલ સામે પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે. કીર્તિ પટેલ વેપારીને ધાકધમકી આપતી હોવાનો આક્ષેપ વેપારી દ્વારા કરવામાં આવ્યો છે. કીર્તિ પટેલ દ્વેવારા પારીને ગંદી ગંદી ગાળો બોલી અપમાનિત કરવામાં આવી રહ્યા હતા.
તેમ છતાં બંને સામસામે ફરિયાદ કરતાની સાથે જ પોલીસ દ્વારા આ બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે કીર્તિ પટેલનું નામ અનેક વિવાદો માં સામે આવી ચુક્યું છે જયારે હવે ફરીથી કીર્તિ પટેલ વિવાદોમાં આવી ગઈ છે. આ બાબતમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.