);});
CrimeGujaratSouth GujaratSurat

TIKTOK સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ: હત્યાની કોશિશ ના ગુનામાં કલમ 307 હેઠળ ધરપકડ

ગુજરાતમાં ટિક્ટોક માં ખુબ જ જાણીતી કીર્તિ પટેલની પુણા પોલીસે ધરપકડ કરી છે. કિર્તી પટેલે ટિકટોક વીડિયો બનાવવા મુદ્દે એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરતા તેની પુણા પોલીસે ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ રઘુ ભરવાડ પર જીવલેણ હુમલો કરવાના કેસમાં કીર્તિ ની ધરપકડ થઇ છે. કિર્તી પટેલે અન્ય એક શખ્સ સાથે મળીને આ હુમલો કર્યો હતો તેવી વાત જાણવા મળી છે. કિર્તી પટેલના વિડીયો બાબતે બોલાચાલી થઇ હોવાનું સામે આવી રહ્યું છે.વિડીયો બાબતે ઉગ્ર બોલાચાલી બાદ હુમલો કરવામાં આવ્યો હતો.

યુવક પર જીવલેણ હુમલા મામલે પોલીસે 307ના ગુનામાં કીર્તિ પટેલની ધરપકડ કરી છે. આ અગાઉ વન વિભાગે કિર્તી પટેલને ઘુવડ સાથે વીડિયો બનાવવા બદલ 15000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કીર્તિ પટેલ હંમેશા વિવાદોમાં રહી છે. ટિક્ટોકમાં લોકો કીર્તિ વિષે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અવારનવાર ધમકી પણ આપતા હોય છે.