ગુજરાતની વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી ચર્ચામાં આવી ગઈ છે. જૂનાગઢના ભેંસાણમાં કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરાઈ છે. કીર્તિ પટેલ અને તેના સાથીઓ પર યુવકને ધમકાવવા અને માર મારવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કીર્તિ પટેલે વીડિયો અપલોડ કરીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના ભત્રીજા પર અપશબ્દો બોલવાનો આરોપ લગાવ્યો હતો અને ધમકી પણ આપી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, કીર્તિ પટેલ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં તેના દ્વારા જુનાગઢના ભેંસાણના યુવક જમન ભાયાણીને માર મારવાની ધમકી પણ આપવામાં આવી હતી. એટલુ જ નહિ, ત્યાર બાદ આ વિવાદિત સ્ટાર પોતાના સાથીદારો સાથે જમન ભાયાણીને માર મારવા ભેંસાણ પણ પહોંચી ગયા હતા. તે દરમિયાન પોલીસ દ્વારા તમામની ધરપકડ કરવામાં આવી હતી. પરંતું કીર્તિ પટેલ કંઈ કરે તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેની સાથે જ કીર્તિ પટેલ તેમજ તેના સાથીઓ પર ગુનો પણ કરવામાં આવ્યો છે. આ સિવાય પોલીસ તેમની પાસેથી બે કાર પણ જપ્ત કરવામાં આવી છે.
તેની સાથે તમને જણાવી દઈએ કે, કીર્તિ પટેલ દ્વારા જે જમન ભાયાણીની ધરપકડ કરવામાં આવી હતી, તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના ભત્રીજા હોવાનું સામે આવ્યું છે. ભૂપત ભાયાણી જુનાગઢની વિસાવદર સીટથી જીત પ્રાપ્ત કરી હતી. કીર્તિ પટેલ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર જે ધમકીભર્યો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો તેમાં જણાવ્યું હતું કે, ભૂપત ભાયાણીના ભત્રીજા દીકરીઓની વિરુદ્ધ અપશબ્દો બોલવામાં આવ્યા છે. આ કારણોસર હું ભેંસણ જઈ રહી છું. જો મને કંઈ પણ થયુ તો તેની જવાબદારી ભૂપત ભાયાણીને રહેશે.
નોંધનીય છે કે, ભેસાણના નવા બસસ્ટેશન સામે રહેનાર 48 વર્ષનાં જમનભાઈ બાવાભાઈ ભાયાણી વિરુદ્ધ કિર્તી પટેલ છેલ્લા ધણા સમયથી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બેફામ બોલી રહી હતી. તેમજ જમનભાઈ ભાયાણીને વીડિયોના માધ્યમથી અપશબ્દો બોલીને માર મારવાની ધમકી પણ આપતી રહેતી હતી.