કીર્તિદાન ગઢવીના ડાયરામાં રૂપિયા નહી પણ સોના-ચાંદી નો વરસાદ થયો
આપણે ત્યાં ડાયરમાં કલાકાર ઉપર નોટોનો વરસાદ થવો એ સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ બાંસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પ્રખ્યાત ડાયરા કલાકાર કીર્તિદાન ગઢવીનો ડાયરો એ એક ઐતિહાસિક ડાયરો બની ગયો હતો. પાલનપુરના જલારામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ્વમાં ગઇકાલે બુધવારના રોજ લોકગાયક કિર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વખતે ડાયરામાં રુપિયાની સાથે સાથે સોના-ચાંદીના સિક્કાઓનો પણ કીર્તિદાન પર વરસાદ થયો હતો. જેને કારણે આ ડાયરો હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું વિષય બન્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં એપ્રિલ મહિનો રહેશે ભારે, અંબાલાલ પટેલની આગાહી…..
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે જલારામ બાપા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્રણ દિવસ માટે યોજાયેલ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગઈ કાલે બુધવારના રો રાત્રીના સમયે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કીર્તિદાન ગઢવી, સાહિત્યકાર ચતુરદાન ગઢવી, હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી, લોકગાયિકા ઉર્વશી રાદડિયા અને સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવીએ જમાવટ કરી હતી.
આ પણ વાંચો: થાઇલેન્ડની યુવતીઓ સાથે મજા માણી રહ્યા હતા યુવકો અને અચાનક થયું એવું કે…
ત્યારે ડાયરામાં રૂપિયાનો વરસાદ થવો એ તો સાવ સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ આ વખતે તો કીર્તિદાન ગઢવી પર રુપિયાની સાથે સોના-ચાંદીના સિક્કાઓનો પણ વરસાદ થયો હતો. જે જોઇને કિર્તિદાન ગઢવી પણ ચાલુ ડાયરામાં બોલી ઉઠ્યા હતા કે, ડાયરામાં સોના-ચાંદીના સિક્કાઓનો વરસાદ એ ઐતિહાસિક છે. તમને જણાવી દઈએ કે, ડાયરા કલાકાર કીર્તિદાન ગઢવી પર થયેલ સોના-ચાંદીના સિક્કાના થયેલ ઐતિહાસિક વરસાદનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યો છે.