CrimeGujarat

કિશન ભરવાડ કેસમાં ગુજરાત ATSની કાર્યવાહીથી થઈ શકે છે મોટો ખુલાસો

કિશન ભરવાડ હત્યા કેસમાં ATSએ ખૂબ જ ઉંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી છે. ગુજરાત ATSએ કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધી પકડાયેલા 8 આરોપીઓમાંથી ત્રણ આરોપીઓને સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. અને ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માટે માંગ કરી હતી. ત્યારે કોર્ટે આ કેસને લઈને વિવિધ મુદ્દાઓ ધ્યાને લઈ ત્રણેય આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજુર રાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ATS આ કેસમાં એક પછી એક મુદ્દાઓને ધ્યાને લઈને તમામ બાબતની ઉંડાણ પૂર્વકની તપાસ કરે છે. ગુજરાત ATSએ આ કેસમાં મુખ્ય આરોપી એવા ઈમ્તિયાઝ પઠાણ,શબ્બીર ચોપડા, અને મૌલાના ઐયુબ જાવરાવાલાના રિમાન્ડ પૂર્ણ થતાં ત્રણેય આરોપીઓને સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. અને આ કેસમાં હજુ ઉંડાણ પૂર્વકની તપાસ બાકી હોવાના કારણે ગુજરાત ATSએ કોર્ટ સમક્ષ ફર્ધર 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જેમાં કોર્ટે વિવિધ મુદ્દાઓ ધ્યાને રાખીને 9 દિવસના રિમાન્ડ મંજુર રાખ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ATSએ આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા ત્યારબાદ ઘણાં મહત્વના મુદ્દે તપાસ કરવા માટે દલીલો કરવામાં આવી હતી. જેમાં એક મુદ્દો મોબાઈલ અને સીમકાર્ડ શોધવાના બાકી હોવાનો હતો. આરોપીઓએ ગુનો કર્યા પછી ગુનામાં જે મોબાઇલ ફોન અને સીમકાર્ડનો ઉપયોગ કર્યો હતો તેને ફેંકી દીધા હતા. માટે આ અંગેની તપાસ કરવા માટે પણ વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી છે.

કોર્ટ સમક્ષ આ સિવાયના બીજા 17 જેટલા મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં તપાસ બાકી હોવાના કારણે રિમાન્ડની માંગ કરાઈ હતી. જો કે, બચાવપક્ષના વકીલે પોતાની રજૂઆતમાં કહ્યું હતું કે, અગાઉ આ મુદ્દાઓ પર દલીલો થઈ ચૂકી છે. અને હવે ફરીથી એ જ મુદ્દાઓ રીપીટ થઈ રહ્યા છે. અગાઉના જ કારણોને રજૂ કરી રિમાન્ડ ન આપી શકાય તેવી રજૂઆત કરી હતી.

જાણકારી અનુસાર, આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે કોર્ટ સમક્ષ રજૂ કરાયેલ મુદ્દાઓ પર ધ્યાન કરીએ તો આરોપીઓએ ગુનો કર્યા બાદ મોબાઈલ ફોન અને સીમકાર્ડ ફેંકી દીધા હતા. જેને શોધવાના બાકી છે. ગુનો કર્યા બાદ મુખ્ય આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝએ ગુનો કરતા સમયે જે કપડાં પહેરેલા હતા તેને શોધવાની તપાસ કરવી પણ જરૂરી છે. આ સિવાય મૌલાના ઐયુબ જાવરાવાલાએ ચાર હજાર જેટલા પુસ્તકો છપાવેલ જે પૈકી ત્રણ હજાર પુસ્તકો ક્યાં છે તેની પણ તપાસ કરવાની બાકી છે.

આ ઉપરાંત કિશન સિવાય અન્ય કયા વ્યક્તિઓ હતા કે જેઓને હત્યા કરવા માટે ટાર્ગેટ કરાયા હતા. પકડાયેલા તમામ આરોપીઓ કટ્ટરપંથી સંસ્થા કે પછી કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે કે કેમ તેની પણ તપાસ બાકી છે. આમ આ તમામ મુદ્દાની પોલીસે તપાસ બાકી હોવાના કારણે રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને રિમાન્ડની મંગને 14 ફેબ્રુઆરી સુધી મંજૂરી આપી હતી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે