Gujarat

ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસને લઈને આવ્યા મોટા સમાચાર, મૌલાના કમર ગની ઉસ્માની સામે આ એક્શન લેવાઈ

કિશન ભરવાડ હત્યા કેસમાં તપાસ દરમિયાન દરરોજ એક બાદ એક આશ્ચર્યચકિત કરનારા ખુલાસો સામે આવી છે. જ્યારે આ બાબતમાં આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીના 16 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. જ્યારે કિશન ભરવાડ કેસ બાબતમાં કમર ગની ઉસ્માનીને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયો હતો.

જેમાં સરકારી વકીલે ઉસ્માનીના બેંક એકાઉન્ટ અને તે એક સંગઠન સાથે જોડાયેલો છે તેવી દલીલો કરીને વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. તેના આધારે કોર્ટ દ્વારા 16 મી ફ્રેબુઆરીના સુધી તેના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તેની સાથે જાણકારી સામે આવી છે કે, કિશન ભરવાડમાં સામેલ કમર ગની ઉસ્માનીના 11 લાખના બેંક ટ્રાઝેક્શન પણ ATS ને મળી આવ્યા છે. જેના લીધે રિમાન્ડ દરમિયાન ATS ની ટીમ દ્વારા ઉસ્માનીથી આ અંગે વધુ પૂછપરછ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટના કારણે ઉશ્કેરાયેલા ઈમ્તિયાઝ અને શબ્બીરે કિશન ભરવાડને જાહેરમાં જ ગોળી મારી દીધી હતી. આ કેસના કારણે ધંધુકા અને ગુજરાતમાં સ્થિતિ વણસી હતી. જે બાદ તાત્કાલિક અસરથી તપાસનો દોર આરંભીને તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. અને આરોપીઓની પૂછપરછ અને ટેલિફોનિક રેકોર્ડના આધારે કેટલીક અગત્યની વિગતો સામે આવી છે.

જેમાં આ કટ્ટરપંથી ટુકડીએ હિન્દુત્વનો પ્રચાર કરતા પંકજ આર્ય, બીએસ પટેલ, મહેન્દ્ર આર્ય, પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠી, નરસિંહાનંદ, રાધેશ્યામ આચાર્ય, રાહુલ આર્ય, ઉપદેશ રાણા, આરએસએન સિંઘ, ઉપાસનાઆર્ય સહિતના લોકોની સંપૂર્ણ માહિતી એકઠી કરીને તેમની કુંડળી તૈયાર કરી હતી.વધુ એક વિગત અનુસાર, ઐયુબે લોકોને ઉશ્કેરવા માટે જે પુસ્તક લખ્યું હતું તેની 4000 જેટલી કોપી છાપવામાં આવી હતી. પરંતુ તપાસ દરમિયાન પોલીસને માત્ર 1000 કોપી જ મળી હતી. હવે બાકીની 3000 જેટલી કોપી કોને આપવામાં આવી છે તેની તપાસ કરવામાં આવશે. હત્યારાએ કિશનની હત્યા બાદ પોતાના બે મોબાઈલ ફોન તેમજ ત્રણ સિમકાર્ડ તોડીને તળાવમાં ફેંકી દીધા હતા જેને શોધવા પણ તપાસ ચાલી રહી છે.