ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકને વાંધાજનક પોસ્ટના કારણે થોડા દિવસ પહેલા તેની હત્યા કરવામાં આવી હતી.આ વાતથી ચારેબાજુ પડઘા પડી રહ્યા છે.સાથે કિશન ભરવાડ હત્યા કેસમાં દરરોજ નવા-નવા ચોંકાવનાર ખુલાસા સામે આવી રહ્યા છે.આ હત્યા કેસમાં મૌલાના કમર ગની ઉસ્માનીની પૂછપરછ દરમિયાન તેણે હત્યારા શબ્બીરને ઓળખવાનો પણ ઇનકાર કર્યો હતો.
પરંતુ તપાસ કરતા સામે આવ્યું કે તેમની સાથે ફોન પર સંપર્કમાં રહ્યા છે.આરોપી મૌલવી કમર ગની ઉસ્માની ભડકાઉ ભાષણથી યુવાનોને કટ્ટરપંથી બનાવતો હોવાનું પણ સામે આવ્યું છે.સમાચાર અનુસાર કિશન ભરવાડ હત્યા કેસમાં નવો ખુલાસો એ પણ થયો છે કે હત્યારા શબ્બીરે જે ઉસ્માનીને ઓળખવાનો ઈનકાર કર્યો હતો તેની સાથે ફોન પર ૧૦ વખત વાત કરી હોવાનું સામે આવ્યું છે .
સાથે એ પણ જણાવી દઈએ કે કિશનની હત્યા પહેલા મૌલાના ઐયુબ અમદાવાદથી ધંધુકા આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.સમાચાર અનુસાર કિશનની હત્યાનું કાવતરૂ જમાલપુરની મદ્રેસા ઘડાયું હતું.કિશનની હત્યા કરવાનું નક્કી કર્યા બાદ શબ્બીર અને ઐયુબ મૌલાના ઉસ્માનીને મળ્યા હતા.
કિશન ભરવાડ હત્યા કેસની તપાસ રાજ્યમંત્રીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.આ કેસમાં કટ્ટરપંથીઓના એક પછી એક ષડયંત્રોના નવા-નવા ચોંકાવનાર ખુલાસા થવા લાગ્યા છે.