CrimeGujaratNews

કિશન ભરવાડની હત્યાના પડઘા હવે છેક અમદાવાદ જિલ્લામાં પડ્યા,થઇ રહ્યા છે નવા-નવા ચોંકાવનારા ખુલાસા

ધંધુકા બનેલ ફાયરિંગની ઘટનાને લઈને હાલ ગુજરાતમાં તંગદીલી ભર્યું વાતવરણ બનેલું છે.તેમાં પણ ખાસ કરીને ધંધુકામાં તો હાલ સમગ્ર દુકાનો રોડ રસ્તાઓ સુમસામ હાલતમાં રહેલા છે. થોડા દિવસો પહેલા ધંધુકા શહેરમાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યા કરવામાં આવી હતી. એવામાં આ હત્યાને લઈને રોજ અવનવી માહિતીઓ સામે આવી રહી છે.

આ યુવક કિશન બોળીયાની હત્યા કેસને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.તમને જણાવી દઈએ કે આ ગટનમાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં થોડા સમય પહેલા જ શબ્બીર ચોપડા ઇમ્તિયાઝની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શબ્બીર ચોપડાએ ફાયરિંગ કર્યાનો સ્વીકાર પણ કરી લીધો હતો.

તેની સાથે તેને મદદ કરનાર વધુ એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે વધુ એક જાણકારી સામે આવી છે કે પોલીસ દ્વારા જેહાદી ષડયંત્રમાં જમાલપુરના મૌલવી મોહંમદ અયુબ જરવાલાની પણ ધરપકડ કરી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

ધંધૂકામાં 25 તારીખે ધોળાદિવસે બાઈક પર આવેલ બે શખ્સએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ધડાધડ ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડતા હોય એવું દેખાઈ રહ્યું છે .તમને જણાવી દઈએ કે ધંધૂકા બંધ રહ્યા બાદ બોટાદ, રાણપુરએ બંધ પાડ્યા હતા.તો આજે શનિવારે બાવળા સંપૂર્ણ બંધનું એલાન હિન્દુ યુવા વાહીની, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સામાજિક આગેવાનો દ્વારા આપવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે આ બંધના એલાનને બાવળાના નાના-મોટાં વેપારીઓને સહકાર આપવા પણ જણાવવામાં આવ્યું છે.એ વાત તો સ્પષ્ટ છે કે આ હત્યા કેસમાં બે મૌલવીની ભૂમિકાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના જમાલપુરમાં રહેતા ઐયુબ મૌલવીનું નામ સામે આવ્યું છે.બંધના એલાનને પગલે બાવળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.

હિન્દુ યુવા વાહીની, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સામાજિક આગેવાનો દ્વારા આજે શનિવારે બાવળા સંપૂર્ણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના એલાનને બાવળાના નાના-મોટા વેપારીઓને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ વાત કરીએ તો વિરમગામ કોઠારી બાગથી તાલુકા સેવાસદન સુધી મૌન રેલી યોજી હુમલાખોરો વિરુદ્ધ સખત પગલાં લેવાની માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ હત્યાના કેસના પડઘા ઠેર ઠેર પડી રહ્યા છે એવામાં હત્યારાઓ સામે તાત્કાલિક અસરથી શિક્ષાત્મક પગલા લેવાય તેવી માંગ ઠેર ઠેર કરવામાં આવી રહી છે.એક સામાન્ય નજીવી બાબતમાં આ પ્રકારે કોઈ યુવકની હત્યા કરી દેવામાં આવે તે બિલકુલ યોગ્ય નથી. આવા પ્રકારની માંગ ભરવાડ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે કિશન ભરવાડની જે પ્રકારે હત્યા કરવામાં આવી છે.

જે પ્રમાણે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું એ મુજબ આ યુવાનોની અંદર કટ્ટરપંથીપણાનું ઝેર ભરનારા મૌલવીની અમદાવાદમાંથી ધરપકડ કરાઈ છે.મળતી માહિતી અનુસાર એક રિવોલ્વર અને પાંચ કારતૂસ આ મૌલવીએ જ યુવાનોને આપી હતી કે જે રિવોલ્વર વડે કિશનની હત્યા કરવામાં આવી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારીની તપાસ મુજબ મૌલવીએ જ હત્યારાઓને આર્થિક મદદ કરી હોવાની સાથે અન્ય મદદ પણ કરી હતી.અહીં ઉલ્લેખનીય છે કે યુવકની હત્યા માટે પ્રી-પ્લાન હશે તેમજ હત્યારાને મદદ કરવા માટે આગોતરું આયોજન પણ કરી રાખ્યું હશે.તમને જણાવી દઈએ કે આરોપીની પૂછપરછમાં બે મૌલવીની વાત સામે આવી છે,પરંતુ ચોક્કસ નામ હજી સુધી બહાર આવ્યાં નથી એ નામ પોલીસ તપાસમાં જાહેરાત કરશે.હવે આગળ જતા આ કેસમાં વધુ ચોંકાવનારી વિગત સામે આવે એવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.