health

ઊંઘ અને હૃદય વચ્ચે છે મજબૂત કનકેશન: ઓછી ઊંઘ હ્રદય માટે કેટલી ખતરનાક છે જાણો

સ્વસ્થ રહેવા માટે સારી ઊંઘ સૌથી જરૂરી છે. જો કોઈ કારણસર તમને એક દિવસ ઊંઘ ન આવે અથવા ઓછી ઊંઘ આવે તો દિવસભર ચહેરા પર આળસ, થાક, નીરસતા દેખાય છે અને ઊંઘ પૂરી ન થઈ હોવાનું સ્પષ્ટ દેખાય છે. અભ્યાસમાં ઘણી વખત બહાર આવ્યું છે કે ઓછી ઊંઘથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.

જ્યારે તમે સતત ઓછી ઊંઘ કરો છો, ત્યારે રોગપ્રતિકારક શક્તિના સ્ટેમ સેલને નુકસાન થાય છે. આ હૃદય રોગનું જોખમ વધારે છે. ન્યૂયોર્કની કાર્ડિયોવેસ્ક્યુલર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના અભ્યાસમાં આ વાત સામે આવી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખરાબ છે અને ખાસ કરીને તે સ્વસ્થ હૃદય માટે સારી નથી.

ન્યૂયોર્કમાં કાર્ડિયોવેસ્ક્યુલર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટરે આ અભ્યાસ દરમિયાન કેટલાક સ્વસ્થ સ્વયંસેવકોના નમૂના લીધા હતા. આ લોકો 6 અઠવાડિયા સુધી દરરોજ દોઢ કલાકથી ઓછી ઊંઘ લેતા હતા. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો સતત ઓછી ઊંઘ લે છે તેઓના સ્ટેમ સેલમાં તફાવત જોવા મળે છે. આવા લોકોના શરીરમાં શ્વેત રક્તકણો વધે છે. આવી સ્થિતિમાં સ્વસ્થ હૃદય માટે તમારે 7-8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.

રિસર્ચમાં 35 વર્ષના કેટલાક લોકોને પહેલા 6 અઠવાડિયા સુધી 8 કલાક સૂવાનું કહેવામાં આવ્યું અને પછી તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. તેમના રોગપ્રતિકારક કોષોનો ડેટા કાઢવામાં આવ્યો હતો. જે બાદ 6 અઠવાડિયા સુધી દરરોજ તેમની ઊંઘ 90 મિનિટ ઓછી કરવામાં આવી હતી અને લોહીના નમૂના લેવા અને રોગપ્રતિકારક કોષોનો ડેટા કાઢવામાં આવ્યા બાદ આવા લોકોમાં સ્વસ્થ કોષો ઓછા જોવા મળ્યા હતા.