CrimeIndiaRajasthan

જાણો રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ કોણ હતા,જેમની ધોળા દિવસે ઘરમાં જ હત્યા કરાઇ

રાજસ્થાનમાં હાલમાં સરકાર બની નથી અને અહીં એક મોટી ઘટના બની છે. રાજસ્થાનમાં ગોળીબાર શરૂ થયો છે, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘરમાં ઘૂસીને સુખદેવ સિંહને 4 ગોળી મારી હતી. તેઓ લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા હતા.

કરણી સેના સંગઠનમાં વિવાદ બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થા પહેલાથી જ મોટો મુદ્દો હતો અને હવે સરકાર બની નથી અને આવી સ્થિતિમાં આટલી મોટી ઘટના પોતાનામાં જ મોટા સવાલો ઉભા કરી રહી છે.

સુખદેવ સિંહને જયપુરના શ્યામનગર વિસ્તારમાં ગોળી વાગી હતી. જે બાદ તેને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. રાજપૂત કરણી સેનાના પ્રમુખ પર ગોળીબાર થયા બાદ સ્થાનિક પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ પછી સુખદેવ સિંહનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. સુખદેવ સિંહનું રાજનીતિમાં ઘણું વર્ચસ્વ હતું. તેઓ માત્ર રાજસ્થાનમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ખૂબ જ લોકપ્રિય હતા.

કોણ હતા સુખદેવ સિંહ ગોગામેડી?

સુખદેવ સિંહ ગોગામેડી રાજપૂત સમુદાયના મજબૂત નેતાઓમાંના એક તરીકે ઓળખાય છે. તેમની હત્યા પહેલા તેઓ રાજસ્થાની સંગઠન શ્રી રાજપૂત કરણી સેવાના પ્રમુખ હતા.તેઓ 2013માં કરણી સેનામાં જોડાયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ આ સંસ્થા સાથે જોડાયેલા છે. રાજપૂત સમાજમાં સુખદેવસિંહ ગોગામેડીનું ખૂબ સન્માન છે અને યુવાનો તેમને ખૂબ પસંદ કરે છે.

2017માં રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં એક મહિલાએ સુખદેવ સિંહ ગોગામેડી પર બળાત્કાર અને બળજબરીનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન પીડિતાએ સુખદેવ સિંહને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે બળાત્કાર કરવાની વાત પણ કરી હતી. જોકે બાદમાં પોલીસ તપાસમાં આ કેસ ખોટો સાબિત થયો હતો.

સુખદેવ સિંહ ગોગામેડી હત્યા પહેલા ઘણા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે સંકળાયેલા હતા. જ્યારે કરણી સેનાના સંગઠનમાં વિવાદ થયો ત્યારે ગોગામેડીએ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું. તેઓ આ સંસ્થાના પ્રમુખ પણ હતા.

2017માં જયગઢમાં ફિલ્મ પદ્માવતના શૂટિંગ દરમિયાન રાજપૂત કરણી સેનાના લોકોએ તોડફોડ પણ કરી હતી. ગોગામેડી ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં થયેલા વિરોધ પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યા હતા.