રાજ્યમાં સતત આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આજે આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદના સરખેજ વિસ્તારથી આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં સરખેજમાં રહેનાર પરિણિત યુવક દ્વારા જીવન ટૂંકાવવામાં આવ્યું છે. માતા-પિતાનો એકનો એક દીકરાએ લગ્નજીવનથી કંટાળીને આત્મહત્યા કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, સાસરીપક્ષ દ્વારા યુવકને સતત માનસિક દબાણ અને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. એટલું જ નહીં તેને ઘણી બધી બાબતમાં અવારનવાર ધમકી પણ આપવામાં આવી રહી હતી.
અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારથી આ આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. અહીંના એક યુવકે લગ્નજીવનથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પત્ની દ્વારા લગ્ન બાદ પતિને સાસરે રહેવા માટે દબાણ શરૂ કરવામાં આવ્યું હતું. તેમ છતાં પત્નીની ખુશી માટે તથા ઝઘડાઓ બંધ થાય તે કારણોસર પતિએ ઘરજમાઈ બનવાનું પસંદ કરી લીધું હતું.
નોંધનીય છે કે, યુવકના ઘરજમાઈ બન્યા બાદ તેની સાથે ખરાબ વર્તન કરવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. સાસરીપક્ષ અને તેના સંબંધીઓ મળીને તેના પર દબાણ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં યુવક સારી રીતે નોકરી પણ કરી રહ્યો હતો. વળી તેને સાસરીપક્ષ દ્વારા સતત શારિરિક અને માનસિક ત્રાસ પણ અપાઈ રહ્યો હતો. આ કારણોસર યુવક અંદરથી તૂટી ગયો હતો અને તેને કોઈને પણ જાણ કરી નહોતી.
આ પણ વાંચો: અમેરિકા જવાની ઘેલછા રાખવી ગુજરાતના આ પરિવારને પડી ભારે
આ સિવાય યુવક દ્વારા સાસરીપક્ષ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તે જ્યારથી ઘરજમાઈ બન્યો ત્યારથી તેના પર ટોચર કરવામાં આવી રહ્યું હતું. આ સમયગાળામાં તેની પત્ની ગર્ભવતી રહેલી હતી. જ્યારે સાસરીપક્ષ દ્વારા તેના બાળકનું મોઢુ પણ દેખાવા દીધું નહોતું. તેની સાથે વિચિત્ર ધમકીઓ આપી દબાણ પણ કરી રહ્યા હતા. તેના લીધે કંટાળીને યુવકે અંતે આત્મહત્યા કરી લીધી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી કોરોનાએ જોર પકડ્યું, છેલ્લા 24 કલાકના કેસ સાંભળી તમારી આંખો થઈ જશે પહોળી
એવામાં હવે ઘરજમાઈ બનેલા યુવકની આત્મહત્યાને લીધે આ ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. યુવકના માતા પિતા દ્વારા સાસરીપક્ષ પર ગંભીર આરોપો લગાવ્યા છે. એટલું જ નહીં યુવકના માતા-પિતા દ્વારા ગર્ભવતી વહુને જે સંતાન આવે તેની કાળજી લેવા પણ ટકોર કરવામાં આવી છે. તેના માટે તેમણે સાસુ-સસરા અને અન્ય 12 લોકો સામે યુવકને આત્મહત્યા કરવા દુષ્પ્રેરિત કરવાની ફરિયાદ દાખલ કરી દીધી છે. પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: સાસરિયાઓના ત્રાસથી કંટાળેલા યુવકે ભર્યું એવું પગલું કે…