આસામ પહોંચતા જ CAA પર ભારતીય કપ્તાન વિરાટ કોહલી એ શું કહ્યું જાણો,
નાગરિકતા સુધારો અધિનિયમ સંદર્ભે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહયા છે. CAA ના સમર્થનમાં અનેક હસ્તીઓ બોલ્યા છે. જો કે ઘણા લોકો તેની વિરુદ્ધ પણ છે. આસામમાં અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ પ્રદર્શનો યોજાયા છે. ટી -20 મેચ રમવા માટે ભારતીય ટીમ ગુવાહાટી પહોંચી છેત્યારે કેપ્ટન વિરાટ કોહલીનું CAA અંગેનું નિવેદન આવ્યું છે. વિરાટ કોહલીએ સીએએને લગતા સવાલનો જવાબ આપ્યો છે.ભારત અને શ્રીલંકાની ટીમો ત્રણ મેચની ટી -20 શ્રેણીની પહેલી મેચ રમવા માટે ગુવાહાટી પહોંચી છે. મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં વિરાટને CAA મામલે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે,
હું આ બાબતે વગર જવાબદારી સાથે કોઈ નિવેદન આપવા માંગતો નથી. આ અંગે વિવિધ પ્રકારના વિચારો આવી રહ્યા છે. હું આ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશ . આનો અર્થ શું છે તે જાણવું મહત્વપૂર્ણ છે. આ પછી, હું જવાબદારી સાથે બોલીશ.તમે કંઈક કહો છો અને પછી કોઈ બીજું કંઈક બોલે છે. તેથી હું આવા કોઈપણ મુદ્દામાં સામેલ થવાનું પસંદ નહીકરું,જેના વિશે હું સંપૂર્ણ જાગૃત નથી.
આસામ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી દેવજીત સેકિયાએ માહિતી આપી છે કે દર્શકો મેચ દરમિયાન રૂમાલ અને ટુવાલ જેવી ચીજો લાવી શકતા નથી. ઉપરાંત, આસામનો પરંપરાગત સ્કાર્ફ પહેરવા પર સ્ટેડિયમમાં આવવાની મનાઈ છે.સીએએ અંગે વિરોધકારોનું કહેવું છે કે આ બિલમાંથી જે શરણાર્થીઓ નાગરિક બનશે તે વસ્તી વિષયક વિષય પરનું દબાણ વધુ વધારશે. જેના જવાબમાં સરકારનું કહેવું છે કે આ બિલથી ભારતીય નાગરિકોને કોઈ ખોટ કે મુશ્કેલી નહીં વેઠવી પડશે.