GujaratIndiaNews

કોઈ પણ કામ નાનું નથી, એ વાત આ ભાઈએ સાબિત કરી બતાવી છે,અહી વડાપાઉં ખાવા લોકોની લાઈનો લાગે છે,

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

આજે આપણે વાત કરીશું ભુજ શહેરની,જ્યાં જલારામ વડાપાઉંનું નામ લેતા જ મોઢા પાણી આવી જાય,જો તમે ભુજમાં જાઓ તો જલારામના વડાપાઉં તો ચોક્કસ ખાઓ.જો આપણે એડ્રેસની વાત કરીએ તો ભુજ શહેરમાં સિવિલ રોડ પર,ભુજ ઇંગ્લિશ સ્કૂલની નજીક આ નાસ્તા હાઉસ આવેલ છે,અને છતા પણ જો તમને સરનામુ ન મળે તો ૯૩૨૧૦ ૮૭૮૮૪ આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો.

જલારામ વડાપાવના માલિકનું નામ અમિતભાઈ ઠક્કર છે.તેઓએ જલારામ વડાપાઉની ઘણી જગ્યાએ ફ્રેંચાઇઝી આપવાની શરૂઆત કરી છે.તેઓ ૨૦-૨૫ વેરાયટીમાં વડાપાઉં બનાવે છે.જો આપણે ભાવની વાત કરીએ તો બટર વડપાઉના ૨૫ રૂપિયા થાય છે.અને રેગ્યુલર વડાપાઉંના ૧૮ રૂપિયા થાય છે.

જો તમે ભુજમાં રહેતા હોવ અથવા ભુજ બાજુ જાઓ તો જલારામના વડાપાઉં ખાવા ચોક્કસ જાઓ,એકવાર ખાશો તો બીજી વાર ચોક્કસ મંગાવશો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.