બૉલીવુડમાં આજે ઘણી અભિનેત્રીઓ છે જે ઘણી હિટ ફિલ્મો આપી રહી છે. તેમના ચાહકો પણ ઘણાબધા છે. આ અભિનેત્રીઓના ચાહકો તેમની દરેક સોશિયલ મીડિયા પોસ્ટ માટે ખુબ આતુરતાથી રાહ જોતા હોય છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીઓના ઘણા ફોટો અને વિડિઓ વાઇરલ થતા હોય છે. તેઓ ઘણીવાર પોતાના બાળપણના ફોટો શેર કરતા હોય છે જેમાં ઘણીવાર તેઓ ઓળખાતા પણ નથી. આજે અમે તમને એવા જ એક ફોટો વિષે જણાવવાના છીએ.
તમને જણાવી દઈએ કે આ નાની બાળકી આજે હિન્દી સિનેમાનું મોટું નામ છે. તેણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને તેના અભિનયની સાથે તેણે પોતાની સુંદરતાથી તેના ચાહકોનું દિલ પણ જીતી લીધું છે. તો જો તમે આ અભિનેત્રીને ઓળખી શક્યા નથી, તો તમને જણાવી દઈએ કે આ માસૂમ દેખાતી છોકરી છે અભિનેત્રી કૃતિ સેનન.
કૃતિ સેનન બહુ ઓછા સમયમાં હિન્દી સિનેમાનું મોટું નામ બની ગઈ છે. કૃતિ આજે જેટલી સુંદર છે, તે બાળપણમાં પણ એટલી જ સુંદર હતી. તમે તસવીરમાં જોઈ શકો છો કે તે પણ ખૂબ જ ઉત્સાહ અને ખુશી સાથે કેમેરામાં પોઝ આપી રહી છે. જાણે તે કહેતી હોય કે મોટા થયા પછી પણ મારે કેમેરાનો સામનો કરવો પડશે અને તેણે તે બતાવી પણ દીધું છે.
કૃતિ સેનનનો જન્મ 27 જુલાઈ 1990માં નવી દિલ્હીમાં થયો હતો. તે 31 વર્ષની છે વર્ષ 2014થી તે બૉલીવુડમાં કામ કરી રહી છે. તેણે હિરોપંતી ફિલ્મથી બોલીવુડમાં શરૂઆત કરી હતી આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ હતો. ટાઇગર શ્રોફની પણ આ પહેલી ફિલ્મ હતી.કૃતિની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તે ‘બરેલી કી બરફી’, ‘પાનીપત’, ‘લુકા છુપી’, મિમી, ‘ભેડિયા’, ‘શહેજાદા’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.’ (શહેજાદા), ‘ગણપથ’, ‘આદિપુરુષ’. (આદિપુરુષ) અને અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ વગેરે.