IndiaNewsStory

કુલીનુ કામ કરનાર આ સામાન્ય યુવક બન્યો IAS ઓફિસર, આ પદ હાસિલ કરવા આપેલ બલિદાન જાણી તમે પણ હેરાન થઇ જશો,

કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી,કહેવત સાચા અર્થમાં આ વ્યક્તિએ સાબિત કરી બતાવી છે.જેમનું નામ શ્રીનાથ છે.તેઓ કેરળના મુન્નારના વતની છે,સાથે તેઓ બીજા લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.તેઓ કુલી તરીકે કામ કરતા હતા.તેમણે કેરળ પબ્લિક સર્વિસ કમિશન ( KPSC ) ની પરીક્ષા પોતાની મહેનત-સમર્પણથી પાસ કરી અને પછી ચાર પ્રયાસો બાદ UPSC ની પરીક્ષા પણ પાસ કરી.આટલું જ નહીં,તેમણે કોઈ પણ પુસ્તક અને ખાનગી શિક્ષક વિના પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે.

શ્રીનાથ કહે છે કે આ પરીક્ષા પાસ કરવા માટે તેમણે માત્ર મોબાઈલ અને રેલ્વે દ્વારા આપવામાં આવેલ ફ્રી વાઈફાઈનો ઉપયોગ કર્યો છે.હા,તે ફ્રી સમયમાં રેલ્વેના ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરતા અને લેક્ચર સાંભળીને મન લગાવીને અભ્યાસ કરતા હતા.શ્રીનાથ એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી છે,તેથી તેમણે કુલી તરીકે કામ કરતા આ પરીક્ષાઓની તૈયારી કરી.

ઘર ચલાવવા માટે તેમને સ્ટેશન પર કુલી તરીકે કામ કરવું પડ્યું.કુલી તરીકે કામ કરવા છતા તેમનો પરિવાર યોગ્ય રીતે ચાલી શકતો ન હતો,જેના માટે તેમણે નાઈટ શિફ્ટ પણ કરવાનું શરૂ કર્યું.જ્યારે શ્રીનાથ રાતની પાળીમાં પણ સારી કમાણી થતી ન હતી,ત્યારે તેમણે કેરળ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપવાનું વિચાર્યું.

તેમણે તેમના અભ્યાસ માટે બે વસ્તુઓનો ઉપયોગ કર્યો,તેનો સ્માર્ટ ફોન અને મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનમાં 2016 માં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી વાઈફાઈ સેવા.તેમણે 2018 માં કોઈપણ પુસ્તક વિના KPSC પાસ કર્યું.શ્રીનાથે પોર્ટરથી KPSC અને પછી UPSC સુધીની સફરમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.તેમનું જીવન સામાન્ય લોકો માટે પ્રેરણારૂપ છે.