સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ ફ્લાઈટમાં અર્નબ ગોસ્વામી સાથે એવું કર્યું કે ઈન્ડિગો-એર ઇન્ડિયાએ સસ્પેન્ડ કરી દીધો
મંગળવારે સ્ટેન્ડ-અપ કોમેડિયન કૃણાલ કામરાને ઈન્ડિગો અને એર ઇન્ડિયા દ્વારા ફ્લાઈંગ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે તેમણે મુંબઈથી લખનૌની તેની ફ્લાઇટમાં સવાર પત્રકાર અર્ણબ ગોસ્વામી ને ચાલુ ફ્લાઇટ દરમિયાન સવાલો પૂછીને વિડીયો રેકોર્ડ કર્યો હતો.ઈન્ડિગોએ કામરાને તેની સાથે છ મહિનાના સમયગાળા માટે સસ્પેન્ડ કર્યા છે, જ્યારે એર ઈન્ડિયાએ તેના પર આગળની સૂચના સુધી પ્રતિબંધ મૂક્યો હતો.
ઇન્ડિગોએ ટ્વીટ કેઈને જણાવ્યું હતું કે, મુંબઇથી લખનૌ જવા માટે 6E 5317 ફ્લાઇટ પર તાજેતરના બનવને ધ્યાનમાં લેતા અમે જણાવવા માંગીએ છીએ કે શ્રી કુણાલ કામરાને છ મહિનાના સમયગાળા માટે ઈન્ડિગો સાથે ઉડ્ડયન કરવા માટે સસ્પેન્ડ કરી રહ્યા છીએ, કેમ કે તેનું વર્તન સ્વીકાર્ય ન હતું.ઇન્ડિગો એરલાઇન્સ એ નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીને ટેગ કરીને આ ટ્વીટ કર્યું હતું.
ઈન્ડિગોના ટ્વીટનો જવાબ આપતા પુરીએ પણ કામરાના વર્તનને વખોડી કાઢ્યું હતું અને અન્ય એરલાઇન્સને સ્ટેન્ડ-અપ કોમેડિયન પર સમાન નિયંત્રણો લાદવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે વિમાનની અંદર ભડકાવવા અને ખલેલ પહોંચાડવા માટે રચાયેલ અપમાનજનક વર્તન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને હવાઇ મુસાફરોની સલામતી જોખમ મુકાઈ તેમ છે.