Bollywood

‘કુંડળી ભાગ્ય’ની અભિનેત્રીના થયા લગ્ન, ફોટો સોશિયલ મીડિયા પર થયા વાઇરલ

ટીવીની દુનિયાની સૌથી પોપ્યુલર સિરિયલ ‘કુંડળી ભાગ્ય’ અને ‘ઈશ્કબાજ’ દ્વારા ઓળખાણ બનાવનાર અભિનેત્રી માનસી શ્રીવાસ્તવ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. માનસીએ 22 જાન્યુઆરીએ પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ કપિલ તેજવાણી સાથે લગ્ન કર્યા છે. આ કપલના લગ્નના ફોટો અને વિડિઓ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે અને તે ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે માનસી શ્રીવાસ્તવ દુલ્હનના રૂપમાં એન્ટ્રી કરતી જોવા મળી રહી છે. આ સિવાય કપિલ તેજવાની પણ વિડિયોમાં પત્ની માનસી શ્રીવાસ્તવને ભોજન ખવડાવતા જોવા મળે છે. બંનેના પ્રેમથી ભરેલા વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો ટિપ્પણી કરી રહ્યા છે અને કપલને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.

તસવીરોમાં જોઈ શકાય છે કે માનસી શ્રીવાસ્તવ વેડિંગ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ દરમિયાન, તેણીએ ભારે ભરતકામ કરેલો લાલ રંગનો લહેંગા પહેર્યો હતો જેની સાથે તેણીએ ભારે દુપટ્ટો પણ પહેર્યો હતો. બીજી તરફ હીરાના ઘરેણાં, કલી અને બંગડીઓ તેની સુંદરતામાં વધારો કરી રહી છે. દુલ્હનની સાથે વરરાજાએ પણ મેચિંગ ડ્રેસ પહેર્યો છે, જેમાં બંને એકદમ પરફેક્ટ લાગી રહ્યા છે. તમે જોઈ શકો છો કે વરરાજાએ ગોલ્ડન દોષાલા અને સાફા સાથે ગોલ્ડ પ્રિન્ટેડ નેવી બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો છે જેમાં તે હેન્ડસમ લાગી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે  કપલે ખુબ ધામધૂમથી સગાઇ કરી હતી. તેના પણ અમુક ફોટો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. એ પછી 21 જાન્યુઆરી 2022ના માનસી અને કપિલની મહેંદી અને સંગીત સેરેમનીના અમુક ફોટો પણ સામે આવી હતી જેમાં કપિલ માનસી માટે ગિટાર વગાડતો જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે, માનસી શ્રીવાસ્તવે પોતાના કરિયરમાં ‘દો દિલ બંધે એક ડોરી સે’, ‘સસુરાલ સિમર કા’, ‘રબ સે સોના ઈશ્ક’ જેવી ઘણી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે. પરંતુ તેને સૌથી વધુ લોકપ્રિયતા સિરિયલ ‘કુંડળી ભાગ્ય’થી મળી હતી. માનસી શ્રીવાસ્તવે અગાઉ અભિનેતા મોહિત અબરોલ સાથે સગાઈ કરી હતી. પરંતુ કોઈ કારણસર તેમના સંબંધોમાં તિરાડ પડી, ત્યારબાદ તેઓએ સગાઈ તોડી નાખી.

બીજી તરફ માનસીના પતિ કપિલ તેજવાનીની વાત કરીએ તો તે ફેમસ ફોટોગ્રાફર છે. એવું કહેવાય છે કે આ બંનેની પહેલી મુલાકાત એક એડના શૂટિંગ દરમિયાન થઈ હતી, ત્યારપછી તેઓ મિત્રો બન્યા અને પછી તેમની વચ્ચે પ્રેમ ખીલ્યો. તે બંને વર્ષ 2019 થી ડેટ કરી રહ્યા હતા, ત્યારબાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. હવે આ કપલે લગ્ન કરીને પોતાના નવા જીવનની શરૂઆત કરી છે.