BollywoodIndia

બોલીવુડના આ જાણીતા એક્ટરે આપઘાત કરી લીધો, મરતા પહેલા પોતાના 3 વર્ષના પુત્ર અને પિતાના નામે કરી સંપત્તિ

અભિનેતા કુશાલ પંજાબીએ આત્મહત્યા કરી છે. તેનો મૃતદેહ રૂમમાં લટકતો મળી આવ્યો હતો. કુશાલની લાશ નજીક એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. સુસાઇડ નોટ મુજબ કુશલે તેની સંપત્તિ તેના માતાપિતા, બહેન અને પુત્રને આપી છે.તેણે અંગ્રેજીમાં દોઢ પાનાની સ્યુસાઇડ નોટ લખી હતી. સ્યુસાઇડ નોટમાં તેમણે લખ્યું છે કે – તેની સંપત્તિનો 50 ટકા હિસ્સો તેના માતાપિતા અને બહેન વચ્ચે સમાન રીતે વહેંચવો જોઈએ, બાકીનો 50 ટકા ભાગ તેના ત્રણ વર્ષના પુત્રને આપજો.

ડીસીપી પરમજીતસિંહ દહિયાએ આપઘાતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું- ‘હા, આ આપઘાતનો કેસ છે. તેના માતાપિતા બપોર સુધીમાં કુશલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ કુશાલનો ફોન ઉપલબ્ધ નહોતો આવી રહ્યો.રાત સુધી રાહ જોઈ પણ જ્યારે કુશાલ તરફથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે તેઓ રાત્રે 10.30 વાગ્યે કુશાલના બિલ્ડિંગમાં પહોંચ્યા. માતા-પિતા દરવાજો તોડીને કુશાલના ઘરની અંદર ગયા. તેને કુશાલનો મૃતદેહ પંખાથી લટકતો મળ્યો. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. પોલીસે આપઘાતનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, કુશાલ પંજાબીએ નવેમ્બર 2015 માં યુરોપિયન ગર્લફ્રેન્ડ Audrey Dolhen સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નજીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવી હતી. માનવામાં આવે છે કે કુશલે આ કારણે આત્મહત્યા કરી છે. તે હતાશામાં હતો. આ લગ્નથી કુશાલને 3 વર્ષનો પુત્ર છે. પુત્રનું નામ કિયાન છે. પુત્ર કિયાન સાથે કૌશલની બોન્ડિંગ એકદમ ખાસ હતી.