GujaratIndia

કચ્છ બાજુ ફરવા જાઓ તો જમવા માટે આ હોટેલમાં એકવાર અવશ્ય જાઓ, ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું મળે છે,

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

આજે આપણે વાત કરીશું સામખિયાળી રેસ્ટોરન્ટ વિશે,જે 30 વર્ષ જૂની પેઢી છે.જ્યાં 140 રૂપિયામાં 5 જાતના શાક,સલાડ, દાળ-ભાત રોટલી,બાજરીના રોટલા, સ્વીટ, ફરસાણ,ગોળ,છાશ બધુ જ અનલિમિટેડ ભરપેટ ખાઈ શકો છો,આ રેસ્ટોરન્ટમાં મગની દાળનો શીરો ખૂબ જ વખણાય છે.સાથે જો તમારે અલગથી જમવુ હોય તો પણ તમને મળી રહે છે.

રેસ્ટોરન્ટમાં વાર-તહેવાર પર સ્વીટ બદલાતા રહે છે.જ્યારે 1990 માં આ હોટેલ ચાલુ કરી એ વખતે એક થાળી ફક્ત 7 રૂપિયામાં મળતી હતી.જો આપણે સરનામાની વાત કરીએ તો હોટલનું નામ શ્રી ચામુંડા કૃપા રેસ્ટોરન્ટ છે,જે કચ્છમાં એન્ટર થતાં જ સામખિયાળી આવે છે,ત્યાં સામખિયાળી ટોલ નાકા પાસે આ રેસ્ટોરન્ટ આવેલી છે.

અને છતાં પણ સરનામું ન મળે તો 9978048700 આ નંબર પર ફોન કરીને એડ્રેસ પૂછી શકો છો.આ હોટેલમાં એક સ્લોગન લખેલ છે, અમારું જમવાનું ગમે તો સૌને કહેજો,ન ગમે તો અમને કહેંજો.જો તમે કચ્છ બાજુ ફરવા જાઓ તો જમવા માટે આ હોટલમાં ચોકકસ જાઓ,ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું મળે છે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.