Ajab GajabAstrology

જો તમને પણ રાત્રે સંભળાય છે કુતરાના રડવાનો અવાજ તો આ સંકેત હોઇ શકે છે

તમે પણ રાતની શાંતિમાં ઘણીવાર કુતરાઓને રડતાં સાંભળ્યા હશે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કુતરા રડતાં કેમ હોય છે? આજે અમે તમને જણાવશું કે રાતની શાંતિમાં કુતરાઓ રડવાનું કેમ શરૂ કરી દેતા હોય છે. શાસ્ત્રો અનુસાર આપણાં પૂર્વજોનું માનવું છે કે રાત્રે કુતરાઓનું રડવું એ અપશુકન હોય છે.

નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે જો કોઈ કૂતરો રાત્રે રડે તો આપણા પૂર્વજો કહે છે કે તે સારી નિશાની નથી અને તે કૂતરાને ભગાડી ગયો હતો. કારણ કે વડીલોનું માનવું છે કે જો આપણા ઘરની આજુબાજુ કોઈ કૂતરો રડે છે, તો તે સૂચવે છે કે કોઈનું મૃત્યુ થવાનું છે અથવા કોઈનો ખૂબ જ ખરાબ દિવસ આવવાનો છે.

આ છે એ સંકેત :જો તમે કોઈ યાત્રા માટે નીકળી રહ્યા છો અને સામે કોઈ કૂતરો મોઢામાં હાડકું દબાવીને દેખાય તો સમજો તો તે યાત્રામાં તમારે તકલીફોનો સામનો કરવો પડશે. એટલે પહેલાથી જ સાવધાન રહો.જો તમે સાંજના સમયે અથવા રાત્રે કૂતરાઓના રડવાનો અવાજ સાંભળો છો, તો સમજી લો કે તમારી સાથે ખૂબ જ દુર્ભાગ્ય થવાનું છે. એવું કહેવાય છે કે આ ઘટના કોઈના મૃત્યુ અથવા સામૂહિક આફતનો સંકેત આપે છે.
 
જો તમે કોઈ ખાસ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને ઘરની સામે કોઈ કૂતરો તેના શરીરને ખંજવાળતો દેખાય તો સમજી લેવું કે તમારું કામ પણ બગડી શકે છે.જો તમે કોઈ કામ માટે ઘરની બહાર નીકળવા માટે તૈયાર હોવ અને અચાનક એક કૂતરો સામે આવે અને બિનજરૂરી રીતે ભસવા લાગે તો તે સારો સંકેત નથી.