આસામના ગોલાપરા જિલ્લામાં, હાથી ‘લાદેન’ ઉર્ફે કૃષ્ણા જેણે લોકોના હૃદયમાં ભય પેદા કર્યો હતો અને જંગલમાં આતંક મચાવ્યો હતો તેનું મોત થઇ ગયું છે. ભાજપના ધારાસભ્યની મદદથી એક અઠવાડિયા પહેલા પકડાયેલા જંગલી હાથીના લાદેનનું રવિવારે આસામના ગોલપરા જિલ્લામાં મોત નીપજ્યું હતું.
હાથી ‘લાદેન’ એ આસામના જંગલોમાં આતંક મચાવ્યો હતો અને ઘણા લોકોના જીવ લીધા હતા. ઘણા વન અધિકારીઓ જંગલી હાથીની શોધમાં રોકાયેલા હતા. ગત સપ્તાહે ભાજપના ધારાસભ્ય પદમ હજારિકાની આગેવાની હેઠળના ડ્રોન અભિયાનમાં હાથી ઝડપાયો હતો.11 નવેમ્બરના રોજ તેને શાંત પાડ્યા પછી વન અધિકારીઓ દ્વારા તેને પકડી લીધો હતો અને ઓરંગ નેશનલ પાર્કમાં મોકલવામાં આવ્યો હતો.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ રવિવારે સવારે તેનું મોત નીપજ્યું હતું. વન વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ તેના મોતનું કારણ જાણી શકાય છે. આ સાથે જ કેટલાક લોકોએ આરોપ લગાવ્યો છે કે વન વિભાગની બેદરકારીને કારણે હાથીનું મોત થયું છે.આ હાથીએ ઘણા મકાનો તોડી નાખ્યા હતા અને ખેતરોના પાકને પણ મોટું નુકસાન કર્યું હતું. જેના કારણે લોકોના હૃદયમાં ગભરાટ ફેલાયો હતો.