Astrology

માતા લક્ષ્મીને કરવા માંગો છો, તો પ્રસન્ન અપનાવો આ ખાસ સરળ ઉપાય

આ ઉપાયમાં તમારે શુક્રવારના દિવસે અમુક ખાસ કામ કરવાના છે. આપણે બધા જાણીએ જ છીએ કે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ હોય છે એટલે આ દિવસે ખાસ ઉપાય કરવામાં આવે છે. આનાથી તમારા ઘરમાં પૈસા સંબંદિત મુશ્કેલીઓ દૂર થઇ જશે. ચાલો ફટાફટ જણાવી દઈએ રસપ્રદ જાણવાજેવી વાતો.

શુક્રવારે તમારે ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આ પૂજા દરમિયાન તમારે તેમની સામે ઘીના બે દીવા પ્રગટાવવા જોઈએ. માતા લક્ષ્મીની આરતી કરો અને પછી તેમના નામનો પ્રસાદ ચઢાવો. આમ કરવાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં આવતા રહે છે અને તમને ધન લાભ પણ થાય છે.
 
શુક્રવારના દિવસે તમે લક્ષ્મીમાતાનું વ્રત પણ કરી શકો છો. આ વ્રતમાં ફક્ત ફળાહાર જ કરવાનું હોય છે. તમે ઈચ્છો તો એક સમય ભોજન પણ કરી શકો છો. આ દિવસે ખાસ વાત એ ધ્યાનમાં રાખવી કે ક્યારેય પણ નોનવેજ ખાવું નહિ. આમ કરવાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઇ જશે.

લક્ષ્મીજીને પણ એવા લોકો ગમે છે જેઓ ખૂબ દાન કરે છે. બાય ધ વે, તમે એક કહેવત તો સાંભળી જ હશે કે જો તમે કોઈને થોડું આપો તો ઉપરવાળો તમને તેના કરતા દસ ગણો વધારે આપશે. ભગવાન પણ એવા લોકોનું ભલું કરે છે જેઓ બીજાનું ભલું વિચારે છે. તેથી શુક્રવારના દિવસે ધન, ધાતુ, વસ્ત્ર કે ભોજનનું દાન કરો.

શુક્રવારના દિવસે તમારે તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર સિંદૂર અથવા રંગોળીથી લક્ષ્મીજીના ચરણ અવશ્ય બનાવો. આમ કરવાથી તમે માતા લક્ષ્મીને તમારા ઘરે આવવાનું સીધું આમંત્રણ આપો છો.શુક્રવારના દિવસે કોઈપણ કન્યાને ભેટ એવી એ બહુ શુભ માનવામાં આવે છે. કન્યાઓ લક્ષ્મી સ્વરૂપ હોય ચ્ચે. તેમનામાં માતા લક્ષ્મીની પ્રસન્નતા મેવો શકાય છે.