Ajab GajabIndia

1940 માં જે વીજળી બિલ આવતું તે જોઈને આજે તમને લાગશે 440 વોટ નો ઝટકો…

સોશિયલ મીડિયા પર હાલ એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. હાલ આવી જ એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં 1940 ના વર્ષનું એક વીજળીનું બિલ શેર કરવામાં આવ્યું છે. તે જમાનામાં જે વીજબિલ આવતું હતું તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે કારણ કે તે સમયે વીજળીનું બિલ એટલું હતું કે જે કિંમતમાં આજે એક નાનકડી ચોકલેટ આવે છે.

આજના સમયમાં એક યુનિટ નો ચાર્જ છ થી આઠ રૂપિયા વચ્ચે છે. સાથે જ ઘરમાં અલગ અલગ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. જેના કારણે લોકોનું વીજળી બિલ હજારોમાં આવે છે. પરંતુ 1940 ની વાત કરીએ તો આજ જેવી સ્થિતિ ન હતી. તે સમયે લોકોના ઘરમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી અને યુનિટના ચાર્જનો ભાવ પણ ઓછો હતો.

જો તમને વિશ્વાસ આવતો ન હોય તો તમે પોતે જ 83 વર્ષ જૂનું આ વીજળીનું બિલ જોઈ લો. તે સમયે લોકોના ઘરના વીજળીના બિલ પાંચ રૂપિયા જેટલું આવતું હતું. આ વીજળીનું બિલ મુંબઈ શહેરનું છે. જેમાં એક મહિનામાં 29 unit વીજળી ઉપયોગમાં લેવામાં આવી હતી અને તેનો બેલ ₹3 અને 10 પૈસા છે. જેમાં બે રૂપિયા અને ૪૩ પૈસા ટેક્સ લગાડવામાં આવ્યો છે. જેથી આ વીજળી નું બિલ પાંચ રૂપિયાનું થયું છે.

મુંબઈ જેવા મોંઘા શહેરમાં પણ યુનિટના ભાવ માત્ર બે પૈસા હતા. હાલની વાત કરીએ તો મુંબઈમાં વીજળીના એક યુનિટના ભાવ 5.30 રૂપિયા છે. અન્ય રાજ્યોમાં પણ હવે યુનિટના ભાવ વધી ગયા છે. હવે વીજળી વિભાગ ફિક્સ એનર્જી ચાર્જ પણ વધારે વસુલે છે મુંબઈ શહેરમાં આ ચાર્જ 200 રૂપિયા છે. તેથી વીજળી નું બિલ 500 કે તેથી વધુ જ આવે છે.