health

લીંબુની જેમ જ તેની છાલ પણ છે ખૂબ જ ઉપયોગી, તેને ફેંકતા પહેલા આજે જાણી લો તેના ફાયદા…

લીંબુ એ ગ્રેપફ્રૂટ અને નારંગીની જેમ સામાન્ય સાઇટ્રસ ફળ છે. લીંબુના રસનો સૌથી વધુ ઉપયોગ થાય છે, પણ છાલને કચરા તરીકે કાઢી નાખવામાં આવે છે. જો કે અભ્યાસોએ નિર્ધારિત કર્યું છે કે લીંબુની છાલ બાયોએક્ટિવ સંયોજનોથી સમૃદ્ધ છે જે ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરી શકે છે. લીંબુની છાલમાં વિટામીન, મિનરલ્સ અને ફાઈબર મળી આવે છે અને આ બધાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. ખરેખરમાં, લીંબુની છાલમાં તેના ફળ કરતાં વધુ પોષક તત્વો હોય છે. લીંબુમાં વિટામિન સીની સાથે સાથે ઘણા પોષક તત્વો પણ ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારા છે. લીંબુ બજારમાં ખૂબ જ મોંઘા ભાવે મળે છે. આવા સમયમાં લીંબુનું દરેક ટીપું કિંમતી છે. તમે ઘણીવાર જોયું હશે કે પોતે પણ એવું જ કર્યું હશે કે લીંબુનો રસ વાપર્યા પછી તેની છાલ ફેંકી દેવામાં આવે છે. અમે આમ એટલા માટે કરીએ છીએ કારણ કે આપણે લીંબુની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી, સાથે જ આપણે નથી જાણતા કે લીંબુની છાલ કેટલી ઉપયોગી છે. આજે અમે અમારા વાચકોને લીંબુની છાલના વિવિધ ઉપયોગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કીડીઓને દૂર ભગાડવા: જો તમે રસોડામાં કીડીઓ આવવાથી પરેશાન છો, તો તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે બારીઓ, દરવાજા અને અન્ય એવી જગ્યાઓ પર લીંબુની છાલ લગાવો જ્યાંથી કીડીઓ આવે છે. લીંબુની છાલનો ઉપયોગ કરવાથી કીડીઓ રસોડામાં નહીં આવે.

ડાઘ દૂર કરવા: જો કોફીના મગમાં ડાઘ હોય તો તેને દૂર કરવા માટે લીંબુની છાલનો ઉપયોગ કરી શકાય છે. આ માટે ડાઘવાળા કોફીના મગમાં લીંબુની છાલનો એક ભાગ મૂકો અને પાણી ઉમેરો. હવે તેને એક કલાક માટે છોડી દો અને પછી તેને ફરીથી કપડાથી સાફ કરો, તે સાફ થઈ જશે.

મૌખિક સ્વાસ્થ્ય માટે: લીંબુની છાલ પણ ઓરલ હેલ્થ માટે ફાયદાકારક છે. આ વિષય પર જાપાનમાં સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધન મુજબ, લીંબુની છાલમાં કેટલાંક આવશ્યક સંયોજનો જોવા મળે છે, જેમ કે 8-ગેરેનિયોક્લિપ્સોલેરેન, 5-ગેરેનિયોક્લિપ્સોલેરેન, 5-ગેરેનિલોક્સી, 7-મેથોક્સીકોમરિન અને ફ્લોરિન. આ તમામ ઘટકોનું સંયોજન મૌખિક બેક્ટેરિયાને મારી નાખવામાં તેમજ તેમને ફરીથી વધતા અટકાવવામાં મદદ કરી શકે છે.

ત્વચા હળવી કરે: લીંબુ એક કુદરતી ત્વચાને હળવી કરનાર વસ્તુ છે કારણ કે તેમાં સાઇટ્રિક એસિડ હોય છે જે બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે. લીંબુના રસનો ઉપયોગ ઘણીવાર બ્યુટી રૂટીનમાં કરવામાં આવે છે, પણ છાલને ફેંકી દેવાને બદલે, તમે તેનો ઉપયોગ ત્વચાને હળવી કરનાર તરીકે કરી શકો છો. આની મદદથી તમે ઇચ્છો તો તમારી કોણી અને એડીની ત્વચાને સાફ કરી શકો છો. તે છિદ્રોને કડક કરવાનું કામ કરે છે.

લિપ બામમાં ઉપયોગ કરો: લીંબુની છાલનો ઉપયોગ કરવા માટે, સૌપ્રથમ તેના નાના ટુકડા કરી લો અને તેને તડકામાં સૂકવવા દો. જ્યારે તે બરાબર સુકાઈ જાય ત્યારે તેને મિક્સરમાં નાખીને પીસી લો. હવે આ મિશ્રણને સૂકા વાસણમાં કાઢી લો. લીંબુની છાલનો પાઉડર સ્ટોર કરવા માટે તેને એર ટાઇટ કન્ટેનરમાં રાખો. હવે આ પાવડરનો ઉપયોગ લિપ બામ, ક્લીંઝર અથવા ફેસ માસ્ક માટે કરી શકાય છે.

સ્ટીલને પોલિશ કરવા: આપણે તાંબા, પિત્તળ અને સ્ટીલના વાસણોનો ઘણો ઉપયોગ કરીએ છીએ. આ કિસ્સામાં, લીંબુની છાલનો ઉપયોગ તેમને પોલિશ કરવા માટે કરી શકાય છે. આ માટે લીંબુનો ટુકડો મીઠામાં બોળી લો. જો તમે ઈચ્છો તો તેમાં બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. અસરગ્રસ્ત વિસ્તારો પર લીંબુની છાલ ઘસો અને તેને પાંચ મિનિટ માટે છોડી દો. હવે તેને હૂંફાળા પાણીથી સાફ કરો, તે સાફ થઈ જશે અને ચમકશે.

લીંબુની છાલ રોગપ્રતિકારક શક્તિ વધારે છે: લીંબુની છાલનો અર્ક તેની ફ્લેવોનોઈડ અને વિટામિન સી સામગ્રીને કારણે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. બીજી તરફ, લીંબુની છાલમાં કેન્સર સામે લડવાના ઘણા ગુણો હોઈ શકે છે. તે જાણીતું છે કે વિટામિન સી શ્વેત રક્ત કોશિકાઓના વિકાસમાં વધરો કરી શકે છે, જે કેન્સર બનાવતા કોષોને દૂર કરવામાં મદદ કરે છે.