GujaratJunagadhSurendranagar

શું તમે પણ કાનમાં ઈયરફોન નાંખી ગીતો સાંભળતા જાવ છો, તો બની શકે છે આવો ભયાનક અકસ્માત

ઘણા લોકોને રસ્તાઓ પર ચાલતા ચાલતા તો ઘણાને ગાડીઓમાં મુસાફરી દરમિયાન ઈયરફોનમાં ગીતો સાંભળવાનો શોખ હોય છે. જો કે ઘણા લોકો બાઈક ચલાવતી વખતે કાનમાં ઈયરફોન ભરાવીને ગીતો સાંભળતા હોય છે. ઇયરફોન આજકાલ લોકોના જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. ઘણા લોકો વાહન ચલાવતી વખતે અથવા રસ્તો ક્રોસ કરતી વખતે ઈયરફોનનો ઉપયોગ કરે છે, પરંતુ આ બધા વચ્ચે લોકો ભૂલી જાય છે કે આ રીતે કાનમાં ઈયરફોન ભરાવીને ગીતો સાંભળવાથી તેમની સાથે ગમે તે દુર્ઘટના ઘટી શકે છે. ત્યારે આજે પણ આવો જ એક બનાવ બીલીમોરામાંથી સામે આવ્યો છે.

જો કે આ ઘટનામાં એક વૃદ્ધ શ્રમજીવી બીલીમોરામા રેલવે ક્રોસિંગ 109 પાસે કાનમાં ઈયરફોન નાખી ગીત સાંભળતા સાંભળતા રેલવે ટ્રેક પર જઈ રહ્યો હતો ત્યારે ટ્રેને ટક્કર મારી દીધી હતી. ટ્રેનની ટક્કર વાગતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃત્યુ પામેલ 62 વર્ષના પ્રવીણભાઈ છગનભાઈ લાડ હોવાનું જાણવવામાં આવી રહ્યું છે. પોલીસ તપાસમાં લાશ નજીકથી ચાલુ ગીતો વાળો મોબાઈલ મળી આવ્યો હતો અને આ મોબાઈલના આધારે પોલીસે તેમના સગાસંબંધીઓને જાણ કરી હતી.

આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરતા 62 વર્ષના પ્રવીણભાઈ છગનભાઈ લાડ જેઓ બીલીમોરાના દેસરાની ન્યુ પ્રજાપતિ કોલોનીમાં રહેતા હોવાની જાણ થઇ હતી. પ્રવીણભાઈ છગનભાઈ લાડ બાંધકામ કોન્ટ્રાક્ટરમાં મજૂરી કામ કરતા હતા. પ્રવીણભાઈ છગનભાઈ લાડ મોડી રાત્રે ચિમોડિયા નાકાની રેલવે ફાટક પાસેથી રેલવે ટ્રેક ઉપર કાનમાં ઈયરફોન નાખી ગીતો સાંભળતા સાંભળતા ચાલતા જઈ રહ્યા હતા. આ દરમિયાન, તેને એક સ્પીડમાં આવતી ટ્રેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે આ મૃતદેહ પાસેથી એક ગીતો વાગી રહેલ મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

પોલીસને મોબાઈલ ફોન મળી આવતા કોલ હિસ્ટ્રી તપાસી હતી જેમાં અકસ્માત પહેલા છેલ્લે કરવામાં આવેલ ફોન પર ફોન કર્યો હતો. પ્રવીણભાઈ છગનભાઈ લાડના પુત્રએ પોલીસને જણાવ્યું હતું કે તેમને કાનમાં ઈયરફોન ભરાવીને ગીતો સાંભળવાનો ખુબ જ શોખ હતો. તેઓ દરરોજ કામે થી આવતા કાનમાં ઈયરફોન લગાવીને ગીતો સાંભળતા સાંભળતા ઘરે આવતા હતા. પરંતુ આ દરમિયાન તેમને ટ્રેનનો અવાજ ન સાંભળતા તેમને ટ્રેનની ટક્કર વાગી ગઈ હતી જેના કારણે તેમનું આ કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે બીલીમોરા હેડ કોન્સ્ટેબલે વધુ તપાસ હાથ ધરી છે.