75 વર્ષના આ દાદીએ 50 વર્ષથી અનાજનો એક દાણો પણ મોઢામાં મુક્યો નથી
Living a normal life without eating for over 50 years

જો આપણને બધાને એક સમયનું ભોજન ન મળે તો આપણી સ્થિતિ કફોડી બની જાય છે. પરંતુ શું તમે ખોરાક લીધા વિના જીવન જીવી શકો?, આ સાંભળીને તમને ચોક્કસ આશ્ચર્ય થયું હશે પરંતુ આજે અમે તમને એક એવી સત્ય ઘટના વિશે જણાવીશું જે જાણ્યા બાદ તમે દંગ રહી જશો.
એક મહિલા કંઇ પણ ખાયા વગર પોતાનું જીવન પસાર કરી રહી છે. આ કોઈ વાર્તા નથી પરંતુ હકીકત છે આ દાદી અમ્મા ફક્ત હેલ્થ ડ્રિન્ક અને ચા પર જીવી રહ્યા છે. હુગલી જિલ્લાના ગોઘાટના શ્યામ બજાર પંચાયતના બેલડીહા ગામના એક વૃદ્ધ મહિલા છેલ્લા કેટલાક સમયથી સ્વસ્થ અને સામાન્ય જીવન જીવી રહ્યા છે.
આશરે 76 વર્ષના અનીમા ચક્રવર્તી નામની વૃદ્ધ મહિલા ના પરિવારજનોએ દાવો કર્યો છે કે, તે 50 વર્ષથી વધુ સમયથી ખાધા વિના સામાન્ય રીતે જીવન જીવી રહી છે અને એમાં ચક્રવર્તીના પુત્ર એ જણાવ્યું હતું કે, પહેલા અમારા પરિવારની સ્થિતિ સારી નહોતી અને મારી માતા લોકોના ઘરે કામ કરવા જતી હતી. તે ત્યાંથી પણ ચોખા કે બાફેલા ચોખા લાવતી અને અમારા આખા કુટુંબને આપતી. તેથી તેની પાસે પોતાના માટે કઈ બચતું નહતું. તે ઘરમાં લીક્વીડ ફૂડ ખાઈને જ પોતાનું ગુજરાન ચલાવી લેતી હતી.
દાદી કહે છે કે ચા અથવા કોઈપણ પ્રવાહી ખોરાક લે છે તેમાંથી તે જીવવા માટેના જરૂરી પોષક તત્વો મળી રહે છે આ જ કારણે છે કે તેઓ સ્વસ્થ છે તે આશ્ચર્યજનક નથી ધારો કે જે દર્દીઓ કો મામા હોય છે અથવા લાંબા સમયથી બીમાર હોય તેવો લાંબા સમય સુધી નળી દ્વારા પ્રવાહી લઈ રહ્યા હોય છે તો તેઓ પણ બચી રહ્યા છે વિસ્તારના કેટલાક લોકોએ જણાવ્યું હતું કે તેઓએ જોયું છે કે અનીમા ચક્રવર્તી નામની વૃદ્ધ મહિલા ખોરાક લીધા વિના સ્વસ્થ અને સામાન્ય જીવન જીવી રહી છે તેવું કહે છે કે વ્યક્તિ એક દિવસ પણ ખાધા વગર રહી શકતો નથી પરંતુ તે વૃદ્ધા ઘણા સમયથી આ રીતે દિવસો પસાર કરી રહી છે.