India

સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણીલો શુ ખુલ્લુ રહેશે ને શુ હજી પણ બંધ જ રહેશે..

60 દિવસથી વધુ લોકડાઉન પછી, એટલે કે 1 જૂનથી, ગૃહ મંત્રાલયે દેશમાં અનલોક 1.0 શરૂ કરી દીધું છે અને તે સંબંધિત જરૂરી માર્ગદર્શિકા પણ જારી કરી છે. જો કે કન્ટેન્ટમેંટ ઝોનમાં સંપૂર્ણ લોકડાઉન હજી 30 જૂન સુધી ચાલુ રહેશે.

લોકડાઉન-4 પૂર્ણ થયું છે અને સરકારે લોકલોક-5 સાથે અનલોક-1 પણ શરૂ કર્યું છે. અનલોક-1 માં શું છૂટ છે, શું ખુલશે અને શું બંધ રહેશે, અહીં વાંચો.

અનલોક-1.0 નું પ્રથમ ચરણ: ધાર્મિક સ્થળો, પૂજા સ્થળો, હોટલ, રેસ્ટોરાં, આરોગ્ય સેવાઓ અને શોપિંગ મોલને 8 જૂનથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

અનલોક-1.0 નું બીજું ચરણ: રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સલાહ સાથે શાળાઓ, કોલેજો, શૈક્ષણિક, તાલીમ અને કોચિંગ સંસ્થાઓ ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે. બાળકોના માતાપિતા સહિતના બધા તેમની સાથે વાટાઘાટ કરશે અને જુલાઈમાં નિર્ણય લેવામાં આવશે.

અનલોક-1.0 નું ત્રીજું ચરણ: કોરોનાની સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ, મેટ્રો સર્વિસ, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પૂલ, એમ્યુઝમેન્ટ પાર્ક ખોલવાનો નિર્ણય લેવામાં આવશે.

પરિસ્થિતિના આકારણી પછી, સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો અથવા વધુ ભીડ એકઠા કરવાના કાર્યક્રમો પરના પ્રતિબંધને ધ્યાનમાં લેવામાં આવશે.1 જૂનથી નાઇટ કર્ફ્યુમાં થોડી રાહત આપવામાં આવી ચ્હે, હવે કર્ફ્યુ સવારે 9 થી સવારે 5 વાગ્યા સુધી રહેશેઘરેલુ ફ્લાઇટ્સ, લેબર ટ્રેન, વિશેષ ટ્રેન ચાલુ રહેશે.

30 જૂન સુધી કન્ટેન્ટ ઝોનમાં લોકડાઉન ચાલુ રહેશે.કન્ટેન્ટ ઝોનમાં તબીબી કટોકટી અને આવશ્યક સેવાઓનો પુરવઠો ચાલુ રહેશે.65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકોને ઘરે રહેવાની સલાહ.10 વર્ષથી નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ ઘરે જ રહે તેવી સલાહ.