Corona VirusGujaratIndia

કેન્દ્ર સરકારે એ દરેક રાજ્ય સરકારો ને લોકડાઉન નો કડક અમલ કરવા કહ્યું, જાણો વધુ

કેન્દ્ર સરકારે રાજ્યો સરકારો ને કડક રીતે લોકડાઉનનું પાલન કરવા નિર્દેશ આપ્યો છે. કેન્દ્રએ રાજ્યોને મજૂરો માટે તમામ વ્યવસ્થા કરવા જણાવ્યું છે. કેન્દ્રએ કહ્યું કે મજૂરોને સમયસર પગાર મળવો જોઇએ. કેન્દ્રએ કહ્યું છે કે જો કોઈ વિદ્યાર્થીઓ અને મજૂરોને મકાન ખાલી કરવાનું કહેશે તો તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

કેન્દ્રએ કહ્યું છે કે રાજ્ય અને જિલ્લાની સરહદોને સંપૂર્ણ સીલ કરી દેવી જોઈએ, જેથી એક રાજ્યથી બીજા રાજ્યમાં અને એક જિલ્લાથી બીજા જિલ્લામાં લોકોની હિલચાલ ન થાય. હાઈવે પર કોઈ હિલચાલ ન થાય, રસ્તાઓ પર માત્ર માલ વાહક વાહનની જ અવરજવર રહેશે. કેન્દ્રએ કહ્યું છે કે લોકડાઉન લાગુ કરવાની જીલ્લાના ડીએમ અને એસપીની જવાબદારી છે.

કેન્દ્ર સરકાર દ્વારા 29 માર્ચે કડક લોકડાઉન સુનિશ્ચિત કરવા ઘણા મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને તાકીદે લોક ડાઉનનું પાલન કરવાનું કહ્યું હતું. ડીજીપી અને તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવ દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલમાં જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો આયોજિત રીતે સામાન્ય લોકોને પહોંચાડવો જોઈએ.

રસ્તાઓ પર મજૂરોની હલચલને ધ્યાનમાં લઈને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક સૂચના આપવામાં આવી છે કે, સરહદને મજબુત રીતે સીલ કરવામાં આવે. જિલ્લા અને રાજ્યોની સીમાઓને પણ સીલ કરો. સ્થાનિક વહીવટીતંત્રે સુનિશ્ચિત કરવું જોઈએ કે હાઇવે પર ફક્ત જરૂરી ચીજવસ્તુઓની જ હલચલ થાય.

દેશના દરેક ખૂણામાં, સ્થાનિક વહીવટીતંત્રએ તેમના ખાવા પીવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી અને વહીવટીતંત્રે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમના મકાનમાલિકો ભાડુ વસૂલવા માટે કામદારો ઉપર દબાણ ન કરે.કેન્દ્રએ કહ્યું છે કે જેમણે લોક-ડાઉનનું ઉલ્લંઘન કર્યું છે તેમને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી 14 દિવસની ક્વોરેન્ટાઇન સુવિધામાં રાખી દો . આ અંગેના વિગતવાર આદેશો તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવ્યા છે.