Corona VirusGujaratIndia

31 મે ના રોજ લોકડાઉન 4.0 ખતમ, 1 જૂનથી લોકડાઉન વધશે કે નહીં જાણો

કોરોના મહામારીના કારણે દેશભરમાં લગભગ છેલ્લા 2 મહિનાથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે છતાં કોરોના ના કેસ વધી જ રહ્યા છે. લોકડાઉં ના 3 તબક્કા બાદ આર્થિક ગતિવિધિ તેજ બનાવવા લોકડાઉન ના ચોથા તબક્કા માં સરકાર દ્વારા ઘણી છૂટ આપવામાં આવી છે. અમુક ઉદ્યોગો-દુકાનો ને શરતો સાથે છૂટ આપવામાં આવી છે. લોકડાઉન-4 આગામી 31 મે ના રોજ ખતમ થાય છે તો હવે 1 જૂનથી શું લોકડાઉન 5 લાગુ કરવામાં આવશે કે કેમ એ અંગે લોકોમાં ભારે ચર્ચાઓ થઇ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર હાલ લોકડાઉન 5.0 અંગે તૈયારી કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 31 મેના રોજ મન કી બાતમાં તેનો ઉલ્લેખ કરી શકે તેવી શક્યતા પણ છે કેમ કે લોકડાઉન 4 ના અંતિમ દિવસે જ તેઓ મન કી બાત કરવાના છે. આ લોકડાઉન 15 જૂન સુધી ચાલશે પરંતુ ભારે છૂટ મળશે એવું કહેવામાં આવી રહ્યું છે.લોકડાઉન 5.0 અંગે કેન્દ્ર સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું.જો કે 31 મેના રોજ મન કી બાતનો કાર્યક્રમ છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકડાઉન 5.0 પર પણ બોલી શકે છે. લોકડાઉન-4 જોઈએ તો આગામી લોકડાઉન 5 માં મોટાભાગના શહેરોમાં છૂટ અપાઈ શકે તેવી અટકળો લગાવાઈ રહી છે.

હાલ દેશના અનેક શહેરો એવા છે કે જ્યાં કોરોના કંટ્રોલમાં નથી એવા શહેરોમાં લોકડાઉન-5માં છૂટ મળે તેવી શક્યતા દેખાતી નથી.આવા 11 શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, પુણે, થાણે, ઇન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકાતાનો સમાવેશ થાય છે જ્યાં કોરોના ના કેસ મોટી સંખ્યમાં વધી રહયા છે.

આવનારા લોકડાઉનમા સ્કૂલ-કોલેજો ખુલે તેવી શક્યતા નથી. 15 જૂન સુધી શાળાઓ અને કોલેજો બંધ રહી શકે. સરકારે રેલવે અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરી દીધી છે. 1 જૂનથી મેટ્રો સેવા પણ ફરી શરૂ કરી શકાય છે.જો કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરુ કરવા અંગે કોઈ નક્કર વિચાર નથી કરાયો.

ધાર્મિક સ્થળો ખોલવા કે નહીં તે અંગેનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડી શકાય છે. કર્ણાટક સરકાર પહેલેથી જ 1 જૂનથી પીએમ મોદીને ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી માંગવા માટે પત્ર લખ્યો છે.સલૂન બાદ હવે સરકાર જીમ અને શોપિંગ મોલ ખોલવાના નિર્ણયને રાજ્ય સરકાર પર છોડી શકે છે. જો કે, તેને કન્ટેનમેન્ટ ઝોનમાં ખોલવું શક્ય નથી. દિલ્હી સહિત કેટલાક સ્થળો સિવાય અન્ય સ્થળોએ સલૂન ખુલી રહયા છે.