લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે તેની સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે. પરંતુ વિસાવદર બેઠક પર ચૂંટણી ને લઈને કોઈ જાહેરાત કરાઈ નથી. તેને લઈને ચારો તરફ ચર્ચા ઓ ચાલી રહી છે. એવામાં આ મામલામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લોકસભાની સાથે જ વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજવા અમારા દ્વારા ચૂંટણીપંચને રજૂઆત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં 7 મેના રોજ મતદાન યોજાવ્વાનું છે. આ સાથે ચુંટણી પંચ દ્વારા રાજ્યની પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ હતી. તેમ છતાં વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી મામલે ચુંટણી પંચ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી. તેના લીધે દરેક પાર્ટીમાં તેને લઈને સવાલ ઉભા થયા હતા. ત્યારે ચૂંટણી પંચને આ મામલામાં ભાજપ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતમાં સી આર પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવાની છે. વિસાવદર બેઠકનું નામ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ આ બેઠકની ચૂંટણી સાથે યોજવામાં આવે તેને લઈને ચૂંટણી પંચને રજુઆત કરવામાં આવેલ છે.
તેની સાથે તાજેતરમાં લોકસભા ચૂંટણી મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં સી. આર. પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણીમાં તમામ 26 બેઠકોમાં જીત મેળવી છે. રામ મંદિર, કલમ 370 સહિત અનેક કામો કરવામાં આવ્યા છે. તેના લીધે મોટી લીડ સાથે આ વખતે ત્રીજી વખત 26 બેઠકો જીતવાનો ટાર્ગેટ રહેલો છે. આ લોકસભા ચૂંટણીમાં મોદીજી હેટ્રિક કરવાના છે. તેની સાથે-સાથે ગુજરાતની 6 વિધાનસભાની બેઠકો જીતવાનો પ્રયાસ અમે કરીશું.