નમસ્કાર દોસ્તો,આજે આપણે વાત કરીશું CCD ( Cafe Cofee Day ) ની બ્રાન્ડ બનવાની કહાની સફળ કહાની વિશે.આ સફળ કહાની વાંચી તમે પણ સ્તબ્ધ રહી જશો.કેફે કોફી ડે ( CCD ) બ્રાન્ડ નામ હેઠળ કોફી રેસ્ટોરન્ટ ચલાવતી કંપનીના સ્થાપક અને અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર વી.જી.સિદ્ધાર્થ હતા.જેઓ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ.એમ.કૃષ્ણના જમાઈ હતા.
CCD નામની લોકપ્રિય બ્રાન્ડના માલિક વી.જી સિદ્ધાર્થે જુલાઈ ૨૦૧૯ માં નદીમાં જંપલાવીને જીવનનો અંત આણ્યો હતો.આ પરથી લોકોને એમ હતું કે હવે કેફે કોફી ડેની સફળ પૂર્ણ થશે,પરંતુ એ સમયે વી.જી.સિદ્ધાર્થના પત્ની માલવિકાએ હાર માની નહીં,તેમણે કેફે કોફી ડે ( CCD ) બ્રાન્ડ સાથે ફરીથી શરૂઆત કરી.
જણાવી દઈએ કે વી.જી.સિદ્ધાર્થ ભારતના સફળ બિઝનેસમેનમાંથી એક હતા.તેમણે માત્ર પાંચ લાખ રૂપિયાથી પોતાની સફર શરૂ કરી હતી.તે સમયે કોફીનો ચસ્કો લગાવી રૂપિયા ૮,૦૦૦ કરોડની કંપની બની.વી.જી.સિદ્ધાર્થનો જન્મ કર્ણાટકના ચિકમંગલુરૂમાં થયો હતો.જો આપણે વી.જી.સિદ્ધાર્થના અભ્યાસની વાત કરીએ તો તેમણે મંગલુરુ યુનિવર્સિટીથી ઈકોનોમિક્સમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો હતો.
તેઓ ઇચ્છતા હતા કે હું ધંધો કરો,પરંતુ તેમના પિતા ઈચ્છતા હતા કે દીકરો કોઈ સારી નોકરી કરે,તેઓ પોતાની જીદ પરથી એકના બે ન થયા અને એવા સંજોગોમાં પિતા જોડેથી ૫ લાખ રૂપિયા ધંધો કરવા માટે લીધા.આ પૈસાથી વી.જી.સિદ્ધાર્થે એક નાનો એવો પ્લોટ ખરીદ્યો.વી,જી.સિદ્ધાર્થે વર્ષ ૧૯૮૩ માં બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે જોડાયેલ કંપનીમાં બે વર્ષ સુધી કામ કર્યું.
નોકરીમાં મજા ન આવી તો તેઓ મુંબઈથી બેંગલુરુ આવ્યા.સખત મહેનત કરીને વી.જી.સિદ્ધાર્થે ૫ લાખથી ૮,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક બન્યા.આ સફરમાં તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા.વર્ષ ૨૦૧૯ માં વી.જી.સિદ્ધાર્થની કંપની પર રૂપિયા ૬,૫૫૦ કરોડનું દેવું હતું,દેવાનું ભારણ ઓછું કરવા તેમણે ઘણા પ્રયાસો કર્યા અંતે તેમણે ૩,૨૦૦ કરોડનું દેવું ઓછું,એ પછી પણ રૂપિયા ૩,૩૦૦ નું કરોડનું દેવું હતું.વી.જી.સિદ્ધાર્થે નદીમાં કૂદીને જીવનનો અંત આણ્યો હતો.
પતિના મૃત્યુ બાદ પત્નીએ કંપનીની કમાન સંભાળી, પત્ની માલવિકાએ મનમાં ગાંઠ મારી હતી કે CCD ની ગુમાવેલ પ્રતિષ્ઠાને તે ફરી ઊભી કરશે.પત્ની માલવિકાએ શરૂઆતમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો,થોડાક સમય પહેલા કંપનીએ ૫૦ ટકા નફો કર્યો છે.આજે ધીમે ધીમે પત્ની માલવિકાના નેતૃત્વ હેઠળ કંપની એક ઊંચા મુકામે પહોંચે એવી આશા છે.