BjpGujaratIndiaNews

લ્યો બોલો ! રાજકોટમાં જ વિજય રુપાણીને સાઇડમાં કર્યા ? ફરી એકવાર ભાજપના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી…

તમને પણ ખબર હશે કે કોઈપણ પ્રસંગ પહેલા આપણે પત્રિકા છપાવી છીએ,અને ઘરના મોટા લોકોના નામ લખીએ છીએ,પણ આ પત્રિકામાં ઘરના લોકોના નામ લખ્યા વગર જ પત્રિકા વહેંચીએ તો કેવું લાગે ! આવું જ કઈક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે બન્યું છે.

ફરી એકવાર સરકારી કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનુ નામ ગાયબ થયુ છે.રાજકોટના લક્ષ્મીનગર અંડરબ્રિજના લોકાર્પણની આમંત્રણ પત્રિકામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નામ જ નથી.

આ વાતથી રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યુ છે.વિજયભાઈ રૂપાણી સિવાયના તમામ ધારાસભ્યોના નામ આમંત્રણ પત્રિકામાં છે.ત્યારે સવાલ એ થાય કે વિજયભાઈ રૂપાણીનું નામ આખરે કેમ ગાયબ છે ?

રાજકોટ મહાનગર દ્વારા નિર્માણ પામેલ લક્ષ્મીનગર અંડરબ્રિજના લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ૨૪.૦૧.૨૦૨૨ એટ્લે કે આજે ૦૯.૪૫ કલાકે થયુ હતું.