તબલીગી જમાતના 60 લોકો ગાયબ , ફોન પણ સ્વિચ્ડ ઓફ આવતા તપાસના આદેશ અપાયા
મહારાષ્ટ્રમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. મહારાષ્ટ્રમાં લગભગ 1018 લોકો કોરોનાથી સંક્રમિત છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 64 લોકોનાં મોત નીપજ્યાં છે. એકલા મુંબઈમાં કોરોનાના 642 કેસ છે, જ્યારે 40 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 150 નવા કેસ નોંધાયા છે, જ્યારે 12 લોકોનાં મોત નીપજ્યાં છે.
રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે નિઝામુદ્દીન, દિલ્હીમાં તબલીગી જમાતની મરકઝથી પાછા ફરનારા 60 જેટલા લોકોએ સરકાર સાથે સંપર્ક કર્યો નથી. તેનો મોબાઇલ પણ બંધ આવી રહ્યો છે.દેશમુખે કડક શબ્દોમાં કહ્યું કે તેમને જાણ છે કે તેમણે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ અને તપાસ કર્યા પછી ક્વોરેન્ટાઇનમાં રહેવું જોઈએ. જો તેઓ તેમ નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મહારાષ્ટ્રના ઉસ્માનબાદથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સુજિત સિંહ ઠાકુર પર લોકડાઉન નિયમો તોડવાનો આરોપ છે. ભાજપના ધારાસભ્ય તેમની પત્ની સાથે મંદિર ગયા અને ભગવાન વિઠ્ઠલ અને દેવી રૂક્મિણીને પ્રાર્થના કરી. ધારાસભ્ય સામે લોકડાઉનનો કાયદો તોડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે હાલ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 4700 થી પણ વધી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 124 પર પહોંચી ગયો છે. જોકે કોરોના સામે જંગ જીત્યા પછી 325 દર્દીઓ ઘરે પાછા ફર્યા છે.