મહાશિવરાત્રી પર આ 4 રાશિના જાતકો પર શિવજી રહેશે પ્રસન્ન, જાણો કોણ છે આ રાશિના જાતકો
શિવજી બધા દેવતાઓમાં સૌથી લોકપ્રિય છે. એટલે જ આપણાં દેશમાં તેમના સૌથી વધુ મંદિર છે. કહેવાય છે કે જો તમે એકવાર ભોલેનાથને પ્રસન્ન કરી લીધા તો તમારા જીવનમાં રહેલ બધા દુખ પૂરા થઈ જાય છે. આ જ કારણે લોકો સતત શિવજીને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરતાં હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમુક રાશિના લોકો પર ભગવાન શિવની કૃપા હોય છે. એટલે કે શિવ આ ભક્તોની વધુ કાળજી લે છે. આ થોડા સરળ ઉપાયોથી ભગવાન શિવ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ શકે છે. મહાશિવરાત્રી પણ 1લી માર્ચે આવી રહી છે. આવી સ્થિતિમાં જો આ રાશિના લોકો આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરે તો તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
મેષ : મેષ રાશિના જાતકો પર શિવજીની હમેશાં કૃપા દ્રષ્ટિ બનેલી હોય છે. તેમનાથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થઈ જતાં હોય છે. એવામાં મેષ રાશિના જાતકો એ નિયમિત ભગવાન શિવની આરાધના કરતાં રહેવું. જો તમે દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરો છો તો તમને વધુ લાભ જોવા મળશે. મહાશિવરાત્રીના દિવસે તમે સંપૂર્ણ ભક્તિ ભાવથી જલાભિષેક કરો. આમ કરવાથી શિવજી તમારા મનની દરેક ઈચ્છાઓ પૂરી કરશે. તમે ઈચ્છો તો શિવરાત્રીનું વ્રત પણ કરી શકો છો.
વૃષભ : શુક્ર વૃષભ રાશિનો સ્વામી છે. શુક્રદેવ અને શુક્રાચાર્ય પણ ભોલેબાબાના મહાન ભક્ત છે. એટલા માટે શિવ ખાસ કરીને વૃષભ રાશિના લોકો પર દયાળુ હોય છે. તેઓ માત્ર આનાથી ખુશ નથી, પરંતુ તેઓ ઇચ્છિત પરિણામો પણ પ્રદાન કરે છે. મહાશિવરાત્રિ પર આ રાશિના લોકોએ સવારે વહેલા સ્નાન કરીને પીળા કે કેસરી રંગના વસ્ત્રો પહેરીને ભોલેનાથની પૂજા કરવી જોઈએ. આનાથી તમને ઘણો ફાયદો થશે. તમે શિવ પાસેથી સંતાન સુખ અને ધન લાભ પણ લઈ શકો છો.
મકર : આ રાશિના જાતકો પણ મહાદેવને મનપસંદ હોય છે, તેમની પર મહાદેવ હમેશાં કૃપા વરસતા હોય છે. આ રાશિના જાતકો મહાદેવની પૂજા કરીને પોતાનું નસીબ ચમકાવી શકે છે. શિવજી તેમની પર જલ્દી પ્રસન્ન થઈ જતાં હોય છે. મહાશિવરાત્રીના દિવસે તેમણે વિશેષ પૂજા કરવી જોઈએ. તમે આ દિવસે તમારા ઘરે કથા પણ કરી શકો છો. આ દિવસે શિવજીનું વ્રત પણ કરવું જોઈએ આમ કરવાથી તમારી મનોકામના પૂરી થશે.
કુંભ : કુંભ રાશિના લોકો પર પણ ભગવાન શિવની કૃપા બની રહે છે. તેમનું અને શિવનું વિશેષ જોડાણ છે. ભોલેનાથ તેમનાથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તેમની દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે. આ માટે તેઓએ ફક્ત શિવજીને હૃદયથી યાદ કરવા પડશે. મહાશિવરાત્રીના દિવસે કુંભ રાશિના લોકોએ શિવને જળ અથવા દૂધનો અભિષેક કરવો જોઈએ. સાથે જ આ દિવસે કોઈપણ ગરીબ અથવા બ્રાહ્મણને દાન કરો. તેનાથી તમને ધન, સુખ જેવી વસ્તુઓ સરળતાથી મળી જશે.